Video: સુરતમાં એક શખ્સ પાસેથી થાઈલેન્ડની નોટો ઝડપાઈ, કિંમત 30 લાખ રૂપિયા

સુરતના મહિધરપુરામાં પોલીસે 30 લાખની રોકડ રકમ જપ્ત કરી છે. થાઈલેન્ડની 100 અને 1000ના ભાવની નોટો ઝડપાઈ હતી. ઘટનાની હકીકત એવી છે કે, સુરતના મહિધપુરામાં એક શખ્સને 30 લાખ 72 હજારની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી કાઢ્યો છે.

આ શખ્સની ઓળખ મહીપ રમેશચંદ્ર તરીકે થઈ છે, જે રાજસ્થાનનો રહેવાસી છે. મહીપ પાસેથી પોલીસે રૂપિયા 2 હજારના દરની 1 હજાર 448 નોટ જપ્ત કરી છે. જયારે રૂપિયા 500ના દરની 352 નોટ જપ્ત કરી છે.

આ શખ્સ પાસેથી નોટબંધી વખતે બંધ થયેલી 500 રૂપિયાની જૂની 7 નોટ પણ જપ્ત કરાઈ છે. ભારતીય નોટોની સાથે જ પોલીસે તેની પાસેથી વિદેશી નોટ પણ જપ્ત કરી છે. આ રકમ કયાંથી આવી અને તેનું શું કરવાનું હતું, તેવા અનેક સવાલોના જવાબ જાણવા પોલીસે આરોપીની તપાસ હાથ ધરી છે.

જો કે આ રકમ ચૂંટણીના માહોલ વચ્ચે ઝડપાઈ હોવાથી શું તેનો ચૂંટણીમાં ઉપયોગ થવાનો હતો કે નહીં તે પ્રશ્ન પણ ઉદ્દભવી રહ્યો છે. અઠવાડિયા પહેલા નિકોલમાંથી પણ એક શખ્સ પાસેથી પોલીસે 30 લાખની રોકડ રકમ જપ્ત કરી છે.

You might also like