Video: મમતા બેનર્જીએ શાહરૂખ ખાનને લિફ્ટ આપી, શાહરૂખ પગે પડ્યો, વીડિયો થયો વાયરલ

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન 23મા કલકત્તા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચ્યો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં કાજોલ અને અમિતાભ બચ્ચને પણ ભાગ લીધો હતો.

આ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાન ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો. કાર્યક્રમ બાદ એરપોર્ટ જતી વખતે ખુદ મમતા બેનર્જીએ શાહરૂખને ગાડીમાં બેસાડી એરપોર્ટ પર ડ્રોપ કર્યો હતો. કારમાંથી ઉતર્યા બાદ શાહરૂખ ખાને મમતા બેનર્જીના પગે પડી આશિર્વાદ લીધા હતા.

જો કે શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને શાહરૂખ ખાન પોતાની મોટી બેન માને છે. પોતાની સેન્ટ્રો કારમાં ખુદ મમતા બેનર્જીએ શાહરૂખ ખાનને બેસાડ્યો હતો અને શાહરૂખ ખાને ગાડીમાંથી ઉતરતાની સાથે જ મમતા બેનર્જીના પગે પડી આશિર્વાદ લીધા હતા.

આ વીડિયોમાં હાલમાં ખૂબ વાયરલ થઈ રહયો છે. જો કે કેટલાક લોકો શાહરૂખ ખાનના આ વર્તનને ખૂબ પસંદ કરી રહ્યા છે. હાલમાં શાહરૂખ ખાન ડાયરેક્ટર આનંદ એલ.રાયની ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે શાહરૂખ, કેટરીના અને અનુષ્કા ફિલ્મ ‘જબ તક હૈ જાન..’ માં સાથે જોવા મળ્યા હતા.

You might also like