Categories: Sports

સિંધુની સફળતા પર થૂંકવાની વાત કરનાર ફિલ્મ નિર્દેશક પર ‘થૂ… થૂ’ થયું

નવી દિલ્હી: એક તરફ દેશ પીવી સિંધુના અોલિમ્પિક્સ મેડલને લઈને ઉત્સાહમાં છે તો બીજી તરફ એક વર્ગ એવો પણ છે જેને અા સફળતા ગમી નથી અથવા તો તેઅો અા સફળતાનો વિરોધ કરી રહ્યા છે. મલયાલમ ફિલ્મ નિર્દેશક સનલકુમાર શશીધરન અાવા લોકોમાંથી એક છે. શશીધરને પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે દરેક વ્યક્તિ સિંધુની સફળતાનો ઉત્સવ ઊજવી રહી છે. તેમાં અાટલું ખુશ થવાની શું વાત છે. શું ફર્ક પડે જો હું અા જીત પર થૂંકી દઉં.

તેમની પોસ્ટ બાદ લોકોઅે સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ ટીકાઅો કરી. બાદમાં શશીધરને અા મુદ્દે સફાઈ અાપતાં કહ્યું કે અા એક મજાક હતી જેને લોકો સમજી ન શક્યા.

પી વી સિંધુની જીતની ટીકા કરનાર સનલકુમારને વામપંથી વિચારધારાના માનવામાં અાવે છે. ભારતમાં અોલિમ્પિક વિજેતા પર ટિપ્પણી કરનારા અા એક માત્ર વ્યક્તિ નથી. અા પહેલાં પણ પીએસ વિલ્સન નામની એક વ્યક્તિઅે સાક્ષી મલિકનાં કાંસ્યપદકને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી. જ્યારે લોકોઅે તેમની ટીકાઅો કરી ત્યારે તેમને ફેસબુક પોસ્ટ ડિલિટ કરી. તેમણે મલયાલમમાં લખેલી પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે સાક્ષીની જીત અાંધળાઅોના દેશમાં કાણો રાજા બનવા જેવી છે. બે કરોડની જનતાવાળા દેશ પાસે ઢગલાબંધ મેડલ્સ છે અને અાપણે ૧૩૦ કરોડની વસ્તી હોવા છતાં કાંસ્યપદકનો ઉત્સવ મનાવી રહ્યા છે.

ગાયની પૂજા કરનારા લોકો અને ગૌમૂત્ર પીનારા લોકો માટે અોલિમ્પિક્સનો મતલબ જ શું છે. મને શરમ અાવે છે કે હું અા દેશમાં જન્મ્યો છું. અા પહેલાં પણ એક પાકિસ્તાની પત્રકારે સાક્ષી મલિકના મેડલ જીતવાને લઈને તેની ટીકાઅો કરી હતી પરંતુ બોલિવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને તેની ટીકાઅોનો જોરદાર જવાબ અાપ્યો હતો.

લાગે છે વર્ષોથી અાલુપરાઠાં ખાધાં નથીઃ સાક્ષી મલિક
અેક ખેલાડીઅે ખુદને તંદુરસ્ત રાખવા માટે ઘણી બધી વસ્તુઅોની કુરબાની અાપવી પડે છે. તેમાં તેનું પસંદગીનું ભોજન પણ હોય છે. રિયો અોલિમ્પિક્સ ૨૦૧૬માં ભારતીય બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે અેક તસવીર ટ્વિટર પર શેર કરી છે. અા તસવીરમાં તે પોતાની બ્રેક ફાસ્ટની પ્લેટ સાથે દેખાઈ રહી છે. અા તસવીરમાં સાક્ષીને જોઈને અનુમાન લગાવી શકાય છે કે અાટલા દિવસ બાદ પોતાની પસંદગીનું ભોજન મળતાં તે ખૂબ જ ખુશ છે. અા તસવીર સાથે તે લખે છે કે ‘એક પ્રોપર બ્રેક ફાસ્ટ મેં તને કેટલું મિસ કર્યું.’ સાક્ષીનું કહેવું છે કે મને લાગે છે કે મેં ઘણા વખતથી અાલુ પરાઠા અને કઢી-ભાત ખાધા નથી. હું મોટાભાગે લિકવિડ લેતી હતી અને કાર્બોહાઈડેટ ફ્રી ખાવાનું ખાતી હતી. અા પહેલાં અોસ્ટ્રેલિયાના બેડમિન્ટન પ્લેયર સાવન સેરાસિંઘે મેચ પૂરી થયા બાદ એક તસવીર શેર કરી હતી જેમાં તે મેકડોનાલ્ડના એક કમ્પ્લિટ મેનું સાથે દેખાયો હતો.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

12 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

12 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

12 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

13 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

13 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

14 hours ago