મખમલી પનીર ટિક્કા

સામગ્રીઃ

200 ગ્રામ પનીર, ચોરસ ટૂંકડામાં કટ કરેલું

½ કપ દહીં

¼ કપ ચીઝ, (છીણેલું)

½ લીલા મરચાની પેસ્ટ

1 મોટી ચમચી કાજુ પાવડર

½ ચમચી ગરમ મસાલો

1 ચમચી કાળા મરીનો પાવડર

મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ એક વાસણમાં દહીં લો અને તેમાં પનીરને બાદ કરતાં બધી જ સામગ્રી મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં પનીરના ટૂંકડા એડ કરી અને તેને 15 મિનિટ માટે રાખો. માઇક્રોવેવ ઓવનમાં 200 ડિગ્રી તાપમાન પર પ્રી હીટ કરો. ત્યાર બાદ પનીરને માઇક્રોવેવ ઓવનની સ્ટિકમાં લગાવીને 15 મિનિટ માટે ગ્રિલ કરો. ફરી માઇક્રોવેવ ઓવનને 200 ડિગ્રી તાપમાન પર પ્રી-હીટ કરો. ત્યાર બાદ ફરી પનીરને માઇક્રોવેવ ઓવનની સ્ટિકમાં લગાવીને 15 મિનિટ સુધી ગ્રિલ કરો. મખમલી પનીર ટિક્કાને સોસ કે ગ્રીન ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

 

You might also like