નાસ્તામા બનાવો મખાના ચોપ્સ

સામગ્રી

50 ગ્રામ મખાના

3-4 અરબી બાફેલી

1 ચમચી લાલ મરચું

1 ચમચી લાલી મરચા

1 ચમચી છીણેલું આદુ

ધી તળવા માટે

બનાવવાની રીતઃ એક વાસણમાં મખાનાને અડધો કલાક માટે પલાડીને રાખી મૂકો. અડધો કલાક બાદ મખાનામાંથી પાણી નિકાળી લો અને તેને મેશ કરી લો. બાફેલી અરબી, લીલા મરચા, લાલ મરચાનો પાવડર, સિંધવ મીંઠુ અને આદુ મેશ કરેલા મખાનાના મિશ્રણમાં એડ કરી દો. તૈયાર મિશ્રણમાંથી ટિક્કી બનાવો. હથેળીમાં થોડુ ઘી લગાવી ટિક્કી બનાવવાથી મિશ્રણ હાથ પર ચોટશે નહીં. ધીમી આંચે એક પેનમાં ઘી ગરમ કરી લો. ઘી ગરમ થવા સાથે ટિક્કીને પેનમાં નાખી લાઇટ બ્રાઉન કલરની તળી લો. તો ગરમા ગરમ મખાના ચોપ્સને લીલા ધાણા કે ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like