VIDEO: મહિલા આર્ટીસ્ટનું પરાક્રમ, પેટમાં લગાવી દીધી દોરડાની જેમ ગાંઠ

વજન ઓછું કરવા લોકો મોટાભાગે ડાઇટિંગ અને એક્સરસાઇઝનો સહારો લે છે પરંતુ એક મહિલા કલાકાર પોતાના શોખથી ઇચ્છે તો કોઇને પણ ચપટીમાં પાતળા બનાવી શકે છે. એનું નામ છે મિરઝાના કીકા.

કીકા મેકઅપ આર્ટિસ્ટ છે. એના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ જાણીતા છે. જુઓ એવો જ એક વીડિયો જેમાં એ કમરમાં ગાંઠ બનાવી લે છે. પહેલી વખત જોવામાં આ કોઇ ઘટનાથી ઓછી નથી પરંતુ કીકા એની માસ્ટરીથી એને શક્ય બનાવી લે છે.

કીકા સર્બિયાથી છે. એ આ પ્રકારના ઘણા વીડિયો બનાવી ચુકી છે. એને બાળપણથી જ પેન્ટિંગનો શોખ હતો જે એને પોતાની કરિયરમાં પસંદ કરી લીધું. એના દ્વારા ફેસ પેન્ટિંગ, બોડી પેન્ટિંગ, સ્કીન ઇલ્યૂઝન અને મેકઅપ વીડિયોથી ઘણી જાણીતી છે.

You might also like