J&K: પથ્થરબાજને જીપ સાથે બાંધનાર મેજર ગોગોઇની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં ચર્ચિત મેજર ગોગાઇ ગંભીર આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ખરેખર નોકરી પર ફરી હાજર થવા પહેલા આર્મી ઓફિસરની એક છોકરી સાથે હોટલ પરથી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મેજર ગોગાઇ તે અધિકારી છે જેમણે જમ્મૂ-કાશ્મીરમાં યુવકને જીપ સાથે આગળ બાંધી તેને રોડ પર ફેરવ્યો હતો.

જમ્મૂ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે હોટલ ગ્રાન્ડ મમતા હોટલમાંથી ફોન આવ્યા બાદ આર્મી ઓફિસર સગીર અને એક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. હોટલના માલિક મંસૂર અહમદે જણાવ્યું છે કે આર્મી મેજરને ઓનલાઇન હોટલ બુકિંગ કરાવી હતી અને શ્રીનગર એરપોર્ટ પરથી હોટલ પહોંચ્યા હતા.

અહમદે કહ્યું કે ગોગાઇએ રજિસ્ટ્રેશન ફોર્મ પર બે લોકોના નામ લખાવ્યા હતા. હોટલ મેનેજમેન્ટે બંનેને આધારકાર્ડ આપવા જણાવ્યું હતું કે જેમાં એક લોકલ કાશ્મીરી છોકરી હતી જે સગીર હતી. હોટલનો રૂમ અસમમાં ગોગાઇના નામ પરથી બુક કરાવ્યો હતો.

જમ્મૂ-કાશ્મીરની પોલીસે સેનાના ચર્ચિત અધિકારી મેજર લીતુલ ગોગાઇની બુધવારે ધરપકડ કરી છે. એક મળતા અહેવાલ મુજબ ગોગાઇની શ્રીનગર પાસે એક હોટલમાંથી એક છોકરી સાથે ધરપકડ કરવામાં આવી છે. મેજર ગોગાઇ ગત વર્ષે ત્યારે ચર્ચામાં આવેલા હતા.

જ્યારે તેણે એક કાશ્મીરી યુવકને પોતાની જીપ પર બોનેટ પર બાંધી બડગામમાં ફેરવ્યો હતો. આ મામલે જમ્મૂ-કાશ્મીર પોલીસે એફઆઇઆર દાખલ કરી છે અને આગળ તપાસ હાથ ધરી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ સેના આ મામલે કોઇ વિક્ષપ કરશે નહીં. પોલીસ દ્વારા પણ સેનાના નિયમ અનુસાર તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

You might also like