Categories: Others Gujarat

VIDEO: મહિસાગર પોલીસે SNC કંપનીનાં નામે 15 કરોડનું ફૂલેકું ફેરવનારની કરી ધરપકડ

મહિસાગરઃ SNC કંપનીનાં નામે રૂ.15 કરોડનું ફુલેકું ફેરવનારની ધરપકડ કરવામાં આવી છે. મહિસાગર LCBએ કંપનીનાં CEO અને MDની ધરપકડ કરી છે. પોલીસે રાજકોટથી બંને લોકોને ઝડપી લીધાં છે. મહત્વનું છે કે રાજ્યનાં અનેક જિલ્લામાં ખેડૂતો સાથે આ બંને આરોપીઓએ કરોડોની છેતરપિંડી આચરી છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂતો, વેપારીઓ અને આમ લોકોનાં ૧૫ કરોડનું ફૂલેકું ફેરવતા બંટી-બબલીને રાજકોટથી મહીસાગર પોલીસે ઝડપી પાડ્યાં છે. આરોપી કેતન ડામોર અને તેની પત્ની લક્ષ્મીબેન ડામોર એસ.એન.સી કંપનીનાં નામે ખેડૂતો અને વેપારીઓને અનાજનાં ડબલ ભાવ આપવાની લાલચ આપીને અનાજની ખરીદી કરી.

ત્યારબાદ ખેડૂતો અને વેપારીઓને પૈસા પરત ના કરતા મહીસાગર ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. આરોપીની તપાસ કરતાં ૧૫ કરોડની છેતરપીંડીની વાત બહાર આવી છે પરંતુ આંકડો વધી શકે છે.

આ બંટી-બબલી ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ઓફીસ બનાવીને લોકો સાથે છેતરપીંડી કરતાં હતાં. જેમાં લુણાવાડા, પંચમહાલ, બરોડા, મહુવા, સુરત, કવાંટ, છોટા ઉદેપુર વગેરે સ્થળોએથી લોકો પાસેથી અનાજ પડાવતાં હતાં.

હાલમાં પોલીસે રાજકોટથી પોતાની ઓળખ છુપાવીને છેલ્લાં ૩ વર્ષથી નાસતા ફરતાં આ બંટી-બબલીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જેમાં વધુ આંકડો સામે આવી શકે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

7 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

7 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

7 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

8 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

8 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

8 hours ago