Mahindra Alturas G4નું બુકિંંગ શરૂ, 24 નવેમ્બરે થશે લોન્ચ

મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીએ પોતાની નવી લકઝરી SUV Alturas G4નું પ્રી-લોન્ચ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે Alturas G4ને પહેલા Y400 કોડનેમ આપવામાં આવ્યું હતું. કંપની દ્વારા આ SUV કારને 24 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે.

M&Mના માર્કેટિંગ ચીફ વિજય નકરાએ કહ્યું છે કે ‘Alturas G4’ એક સરસ ડિઝાઇનવાળી અને લકઝરી કાર છે. અમને લાગવાનું છે કે Alturas G4 નામ સંપૂર્ણ તેના ઉત્પાદનનું વર્ણન કરે છે. Alturas G4 એવું માનવામાં આવી રહ્યું છે કે તેની પ્રારંભિક કિંમત 20 લાખ રૂપિયા સુધીની હોય શકે છે.

માર્કેટમાં તેની ટક્કર SUV Toyota Fortuner અને For Endeavour જેવી શાનદાર ગાડીઓ સાથે થશે. Alturas G4 ગાડી 7 સીટર હશે. મહેન્દ્રા કંપનીએ તેની પહેલી વાર ભારતમાં ઓટો એક્સપો 2018માં લોન્ચ કરી હતી. જો કે તેની ડિઝાઇન અને દેખાવ અંગે વાત કરીએ તો Mahindra Alturas G4 અને Rexton માં ઘણી સમાનતા છે.

Mahindra Alturas G4માં 2.2 લીટર ડીઝલ એન્જીનનું અનુમાન છે. જે વધારેને વધારે પાવર જનરેટ કરવા માટે સારું છે. આ એન્જીન 187 bhp અને 450 Nm ટોર્ક જનરેટ કરશે.

You might also like