Video: સલમાનની હિરોઈનનો બાથસીન થયો લીક, એક્ટ્રેસે કહ્યું, આ કઈ રીતે થયું મને ખબર નથી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટાર્સ પોતે જ ક્યારેક પોતાના વીડિયો વિશે જાણતા હોતા નથી અને આ પ્રકારના વીડિયો રિલીઝ પણ થઈ જતા હોય છે. કેટલાક સીન્સ
ઑનલાઈન લીક થઈ જતા સ્ટાર્સ પોતે પણ ચોંકી જતા હોય છે.

આ સમાટારનું તાજું ઉદાહરણ મહક ચહલ છે. ચહલની એક અપકમિંગ મૂવીનો બાથટબ સીન લીક થઈ ગયો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેને લોકો ખૂબ જોઈ રહ્યા છે.

આ વીડિયોને પૉપ ડાયરિઝ નામના યુટ્યૂબ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. 2 જાન્યુઆરીએ અપલોડ કરાયેલા આ વીડિયોને 3,930 વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો લીક થયા બાદ મહક ખૂબ અકળાઈ ગઈ છે.

‘નિર્દોષ’ નામની ફિલ્મમાં મહકની સાથે અરબાઝ ખાન અને મંઝરી ફણનીસ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને સુબ્રતો પૉલ ડાયરેક્ટ કરી રહ્યા છે. વીડિયો લીક થયા બાદ મહકે કહ્યું છે કે, ‘મારી ફ્રેન્ડે મને આ વીડિયો બતાવ્યો તો હું છક્ જ થઈ ગઈ. આ ફિલ્મ નિર્દોષની ક્લિપ છે. મેં આ ક્લિપ વિશે ડાયરેક્ટરને જાણ કરી છે. અમે ખૂબ ઓછા લોકોની હાજરીમાં આ વીડિયો શુટ કર્યો હતો. મને ખબર નથી પડી રહી કે મારા ગુસ્સાને કઈ રીતે શબ્દોમાં વ્યક્ત કરું.’

You might also like