OMG! એવો ચમત્કારિક કુંડ જેની સામે તાળી પાડવાથી પાણીમાં ઉભરો આવે છે

ભારત દેશ રહસ્યોથી ભરેલો દેશ છે. દેશમાં અનેક સ્થળો પણ ચમત્કારોથી ભરપૂર છે, જેમાં વિવિધ પ્રકારના પાણીના કુંડ પણ સામેલ છે. ભારતના લગભગ બધા જ કુંડ અલગ અલગ પ્રકારની કહાનીઓ ધરાવે છે.

આજે આપણે આવા જ એક કુંડ વિશે વાત કરીશું, જે રહસ્યોથી ભરપૂર છે. તેના રહસ્યો જાણી તમે પણ ચોંકી જશો અને વિચારવા પર મજબૂર થઈ જશો. ઝારખંડમાં બુકારો જિલ્લાથી 27 કિમી દૂર ‘દલાહી’ નામનો કુંડ આવેલો છે, જેની ખાસિયત પર કેટલાય લોકો શોધ કરી ચૂક્યા છે.

આ કુંડની ખાસિયત એ છે કે, તેની સામે તાળી વગાડો તો તેમાંથી પાણી ઉપર આવે છે. એટલું જ નહીં તાળી પાડવાથી પાણી એટલું જોરથી ઉપર આવે છે કે જાણે ગરમ પાણીમાં ઉભરો આવતો હોય તેવો નજારો જોવા મળે છે.

આ કુંડના પાણીની બીજી ખાસિયત એ છે કે તેમાં શિયાળામાં ગરમ પાણી બહાર આવે છે અને ઉનાળામાં ઠંડુ પાણી બહાર આવે છે. આ કુંડમા ન્હાવા માટે લોકો દૂરદૂરથી આવે છે. આ કુંડના પાણીમાં ન્હાવાથી ચામડીના રોગો પણ દૂર થાય છે.

આ કુંડની વૈજ્ઞાનિક સ્તરે પણ અનેકવાર તપાસ કરવામાં આવી છે, પરંતુ કુંડના રહસ્યને આજ સુધી જાણી શકાયું નથી. આ કુંડનું પાણી આગળ જતાં મોટું રૂપ ધારણ કરે છે અને આખરે તે ગંગા નદીને મળે છે.

You might also like