OMG! યુરોપનો વીડિયો જોઈ MPના એન્જિનિયરે થ્રીડી સ્પીડ બ્રેકર બનાવ્યા

ખરગોન: મધ્યપ્રદેશના એક યુવા એન્જિયનિયરે યુરોપના રોડ પર બનેલા થ્રીડી સ્પીડ બ્રેકરનો વીડિયો જોઈ ઈન્દોરના રોડ પર તેને પેઈન્ટ કરી દીધાં છે. આર્ટીટેક્ચરના સિદ્ધાંતોને અનુરૂપ બનાવવા આવેલા થ્રીડી સ્પીડ બ્રેકર ખૂબ જ ઓછા સમયમાં, ઓછા ખર્ચે તૈયાર થનારા તથા દુર્ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

આ અંગે એન્જિનિયર દીપક યાદવે તાજેતરમાં ઈન્દોર શહેરના ગાયત્રી મંદિર વિસ્તાર આ પ્રકારના સ્પીડ બ્રેકર બનાવી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. તેમણે કહ્યું કે, થ્રી ડી સ્પીડ બ્રેકર એક નવા સમાચાર છે જે નગરને સ્માર્ટ સિટીમાં ફેરવવા માટે સારો વિકલ્પ છે. શહેરમાં જ્યાં-જ્યાં ઝિબ્રા ક્રૉસિંગ છે, અમે તેને થ્રી ડી સ્પીડ બ્રેકરમાં ફેરવી શકીએ છીએ. આ ઝિબ્રા ક્રૉસિંગની સાથે-સાથે સ્પીડ બ્રેકરનું કામ પણ કરશે.

દીપક યાદવ ઈન્દોર પ્રાઈવેટ કોલેજમાં આસિ. પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમણે થ્રીડી સ્પીડ બ્રેકર બનાવવાની શરૂઆત કોલેજ કેમ્પસમાંથી જ કરી હતી. ત્યારબાદ નગર નિગમ ઇન્દોરે પણ યાદવ પાસેથી કેટલીક જગ્યાએ થ્રી ડી સ્પીડ બ્રેકર બનાવડાવ્યાં છે. યાદવે જણાવ્યું કે, તેમણે ૯ મેની રાત્રે ૨ વાગ્યે થ્રીડી સ્પીડ બ્રેકર બનાવવાની શરૂઆત કરી હતી. આશરે ત્રણ કલાકની મહેનત બાદ તેને તૈયાર કરવામાં આવ્યા.

બમ્પ બનાવવામાં ૧ હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો. નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, ફાઇબર, ધાતુ અને ડામરથી બનનારા સ્પીડ બ્રેકરના નિર્માણમાં આશરે ૨૦ હજાર રૂપિયાનો ખર્ચો આવે છે.યાદવે જણાવ્યું કે, ડામર અથવા અન્ય સામગ્રીથી બનનારાં સ્પીડ બ્રેકર બનાવવામાં વધારે સમય, ખર્ચ અને મટીરિયલ વપરાય છે.

તેને રોડનાં નિર્માણ સમયે જ બનાવવાં શક્ય છે, આ ઉપરાંત ઘણીવાર આ સ્પીડ બ્રેકરનાં કારણે વાહનોને નુકસાન અને અકસ્માતો થવાની શક્યતા છે. બીજી તરફ થ્રીડી સ્પીડ બ્રેકર સમતલ સપાટી પર બનાવવામાં આવેલી ઊભરેલી રચનાનો ભ્રમ પેદા કરે છે, જેનાથી વાહન ચાલક રોકવવા મજબૂર થઈ જશે. થ્રીડી સ્પીડ બ્રેકરથી ૨૫ ફૂટના અંતરેથી વાહન ચાલક સ્પીડ બ્રેકર દેખાશે.તેથી આવનારા ઝાટકાથી મુક્તિ મળશે.

You might also like