રાજ્યમાં ટ્રકોની સાથે લક્ઝરી બસોને બ્રેક વાગીઃ પ્રવાસીઓ હાલાકીમાં મુકાયા

અમદાવાદ: આજથી દેશભરના ટ્રાન્સપોર્ટર્સની બેમુદતી હડતાળ શરૂ થઇ ચૂકી છે. ટ્રાન્સપોર્ટ એસોસિયેશનને એક દિવસ માટે સહકાર આપવાના મુદ્દે આજે રાજ્યભરની ખાનગી લક્ઝરી બસ સેવા બંધ રહેતાં હજારો મુસાફરો અટવાયા હતા. જેમને પ્રવાસ કરવો જ પડે તેવી પરિસ્થિતિ છે તેઓએ એસટી બસનો સહારો લેતાં આજે એસટીની બસો હાઉસફુલ જઇ રહી છે, જોકે વરસાદી વાતાવરણ અને રજાનો દિવસ નહીં હોવાથી ભારે ધસારો થવાની પરિસ્થિતિ અટકી ગઇ છે, પરંતુ ખાનગી લકઝરી બસ બંધ હોવાનો લાભ અપડાઉન કરતી ટેકસી સર્વિસે બમણા ભાવ વસૂલી મુસાફરો પાસેથી લઇને લીધો છે.

અમદાવાદથી ભાવનગર, મહેસાણા કે રાજકોટ, વડોદરા જતી ખાનગી ટ્રાવેલ્સની બસોની કિંમત કરતાં બમણા ભાવ ખાનગી ટેકસી સંચાલકો વસૂલી રહ્યા છે. પ્રવાસીઓ પણ મજબૂરીથી ચૂકવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર તરફ જતી બસો મોટા ભાગે નહેરુનગર, ગીતામંદિર અને ઇસ્કોન તથા ઉજાલા સર્કલથી પેસેન્જર્સ લે છે. આજે આ તમામ સ્થળોએ મુસાફરોની ભારે ભીડ છે. એસટીમાં ઓનલાઇન બુકિંગ કરવા નહીં ટેવાયેલા મુસાફરો એસટી બસમાં બેસવા પડાપડી કરી રહ્યા હતા.

અમદાવાદ શહેરથી રાજ્યભરમાં સુરત, રાજકોટ, ભાવનગર, અમરેલી વગેરે સ્થળોએ દર કલાકે ઉપડતી પ૦૦ જેટલી ખાનગી લકઝરી બસો આજે એક દિવસ માટે બંધ રહી છે. ગઇ કાલથી જ બસ સંચાલકોએ તેમના આજથી શરૂ થતાં બુકિંગ લીધાં નથી. ગઇ કાલ રાતના ૧ર વાગ્યાથી આજ રાતના ૧ર વાગ્યા સુધી લકઝરી બસો બંધ રહેશે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોના પિક‌િનક કે સેમિનાર જેવા પ્રસંગોએ થયેલા બુકિંગ રદ કરાયાં છે.

અનિવાર્ય સંજોગો અને ત્રણ મહિના પહેલાં થયેલાં કૌટુંબિક પ્રસંગોના બુકિંગ ચાલુ રખાયા છે પરંતુ ગણ્યાગાંઠ્યા આવાં બુકિંગ હોવાના કારણે આજે રસ્તાઓ સૂમસામ બન્યા છે. મોટા ભાગના પ્રવાસીઓને લકઝરી બસો બંધ હોવાની ખબર નહીં હોવાના કારણે સામાન સાથે જે તે બસ પિકઅપ પોઇન્ટ પર પહોંચી ગયેલા પ્રવાસીઓ અટવાઇ ગયા છે.

ડીઝલના ભાવમાં ઓઇલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલો બેફામ વધારો. સરકારની ટોલ ટેક્સની નીતિ, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રિમિયમમાં કરવામાં આવેલો વધારો. જીએસટીના ઇ-વે બિલ સંદર્ભ સરકારની નીતિ જેવા વિવિધ પ્રશ્નોને લઇને ટ્રાન્સપોર્ટરો દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરી ગયા છે.

જેના પગલે ગુજરાતમાં એક અંદાજ મુજબ નવ લાખ ટ્રકમાં પૈંડાં થંભી ગયાં છે. ટ્રાન્સપોર્ટ સેકટરના જણકારોના જણાવ્યા પ્રમાણે હડતાળના પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને એક અંદાજ મુજબ રોજનું ચાર હજાર કરોડથી વધુનું નુકસાન થશે. એટલું જ નહીં કાચા માલ તથા તૈયાર માલનું પરિવહન પણ થંભી જશે. જેના કારણે ઇન્ડસ્ટ્રીઝને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ઉપપ્રમુખ મૂકેશ દવેના જણાવ્યા પ્રમાણે હડતાળના પગલે નવ લાખ ટ્રકોનાં પૈંડાં થંભી જતાં તથા અન્ય ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ તેની સીધી અસર પડશે. જો કે ઇર્મજન્સી સેવાનો હડતાળના કારણે કોઇ મુશ્કેલી ઊભી ન થાય તે જોવાશે. ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે સમગ્ર દેશભરમાં હડતાળનો કોલ આપ્યો છે. સમગ્ર દેશમાં ૭પ લાખ ટ્રકોનાં પૈડાં થંભી જશે.

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

4 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

4 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

5 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

7 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

8 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

8 hours ago