VIDEO: યુપીનાં લખનઉમાં નો પાર્કિંગમાંથી કાર ઉઠાવતા ટ્રાફિક પોલીસ પર ભડકી મહિલા

યુપીઃ લખનઉમાં ટ્રાફિક પોલીસે પાર્કિંગમાં મુકેલી કાર ઉઠાવતા નારાજ એક મહિલા ભારે દાદાગીરી પર ઉતરી આવી. જેને લઇ તે મહિલાએ પોલીસકર્મીઓને ખુલ્લેઆમ અપશબ્દો કહ્યાં હતાં. તેમજ વીડિયો બનાવતા લોકો પર પ ણ મહિલાએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે બાદમાં પોલીસકર્મીએ કોઈ પણ દંડ વસૂલ્યા વિના મહિલાને ત્યાંથી જવા દીધી.

આ ઘટના સમતા મૂલક ચોકની છે. જ્યાં મહિલાએ નો પાર્કિંગમાં પોતે કાર પાર્ક કરી હતી. જેથી ટ્રાફિક પોલીસ કારને ઉઠાવીને સમતામૂલક ચોક પર સ્થિત બુથ પર લઈ ગઈ હતી. જો કે બાદમાં મહિલા પુત્ર સાથે ત્યાં પહોંચી અને પોલીસકર્મીઓને અપશબ્દો કહ્યાં અને ઘણો હંગામો કર્યો.

આ સિવાય આ ઘટનાને લઇ તેનો વીડિયો બનાવતા લોકોને પણ તે મહિલાએ ખરીખોટી સંભળાવી હતી. જો કે બાદમાં પોલીસે કોઈ પણ પ્રકારનો દંડ વસૂલ્યા વિના જ તે મહિલાને ત્યાંથી જવા દીધી હતી.

You might also like