Categories: Gujarat

એલટીસી હેઠળ સરકારી કર્મચારીઓ ખાનગી વાહનમાં પ્રવાસ કરી શકશે

અમદાવાદ: રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને હવે ‘લીવ ટ્રાવેલ કન્સેશન’ એલટીસીમાં ખાનગી વાહનનું બિલ મેળવવાની છૂટ આ વર્ષથી મળશે. સરકારે આ બાબતે સત્તાવાર જાહેરાત કરી દેતાં હવે સરકારી કર્મીઓ પ્રવાસ દરમિયાન ખાનગી વાહનોમાં મુસાફરી કરી ભથ્થું મેળવવાની છૂટ લઇ શકશે એટલું જ નહીં હવે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને એસી ટુ-ટાયરના બદલે એસી થ્રી-ટાયરના ભાડાનો લાભ મળશે. જેમણે પોતાની કારમાં પ્રવાસ કર્યો હશે તેમને કાર પેટ્રોલનું કિલોમીટરદીઠ બિલ કે રેલ પ્રવાસ બેમાંથી જે ઓછું હશે તે મળશે. રોડ ‌િટ્રપ દરમિયાન રૂ.૭૬૦૦ અથવા બસ કે સરકારી બસનો ઉપયોગ કર્યો હશે તેમને પૂરેપૂરું ભાડું ચૂકવાશે.

અમરનાથ, વૈષ્ણોદેવી જેવાં પર્વતીય સ્થળોએ માત્ર હેલિકોપ્ટર ઘોડા કે ડોલીમાં જ યાત્રા કરવી પડતી હોય ત્યારે જે તે કર્મચારીને તેના પગાર મુજબ એલટીસીનો લાભ મળશે. આંદામાન-નિકોબાર કે લક્ષ‌દ્વીપ અથવા અન્ય ટાપુ પર જવા માટે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનાં બિલ માન્ય કરાશે. આ માટે રૂ.પ૪૦૦નો ગ્રેડ ધરાવતા કર્મીને હાઇએસ્ટ કલાસ વનનું એલટીસી મળશે. રૂ.૪૪૦૦થી પ૪૦૦ સુધીનો ગ્રેડ ધરાવનારને બીજા વર્ગનું ભથ્થું મળશે અને રૂ.ર૪૦૦નો ગ્રેડ ધરાવનાર કર્મચારીઓને લોઅર કલાસ એલટીસી ભથ્થું મળશે. સરકાર દ્વારા આ વર્ષથી જ આ લાભ આપવાનું અમલી કરાયું છે.

divyesh

Recent Posts

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

12 mins ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

56 mins ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

1 hour ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

1 hour ago

ISI પ્લાન બનાવે છે, આતંકવાદી સંગઠન અંજામ આપે છેઃ એજન્સીઓનો રિપોર્ટ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓનાં અપહરણ બાદ તેમની હત્યા પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ખતરનાક યોજનાનો ભાગ છે. સરકારને સુરક્ષા એજન્સીઓ…

2 hours ago

વિશ્વ ફરી એક વખત આર્થિક મંદીના આરે

નવી દિલ્હી: લેહમેન બ્રધર્સ નાદાર થયા બાદ ૧૦ વર્ષ પછી ફરી એક વખત વૈશ્વિક આર્થિક મંદીના સંકટની આશંકા વધી રહી…

2 hours ago