LPG સિલિન્ડરનું ઓનલાઇન બુકિંગ ગ્રાહકોને મોંઘું પડે છે

લખનૌ: કેશલેસના નામે મળી રહેલી છૂટછાટ છતાં રાંધણ ગેસ (એલપીજી)ના સિલિન્ડરના રિફીલનું ઓનલાઇન બુકિંગ લોકોને મોંઘું પડી રહ્યું છે. ઓનલાઇન બુકિંગ કરાવવા પર રૂ.પાંચની છૂટ મળે છે, પરંતુ બેન્કિંગ ચાર્જના નામે રૂ.આઠ વધુ ચૂકવવા પડે છે અને આ રીતે ગ્રાહકોના ખિસ્સામાંથી રૂ.ત્રણ વધુ વસૂલવામાં આવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં લગભગ પ૦,૦૦૦ ડોમેસ્ટિક ગેસ ગ્રાહકો રિફીલ માટે ઓનલાઇન બુકિંગ કરાવે છે. ગોમતીનગર વિનયખંડ-રમાં રહેતા દેવીપ્રસાદે પાંચ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે તેવી આશાએ થોડા દિવસ પહેલાં રાંધણગેસના સિલિન્ડરનું ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું, પરંતુ થોડા દિવસ બાદ બેન્કમાંથી જ્યારે સ્ટેટમેન્ટ આવ્યું ત્યારે ખબર પડી કે તેમના ખાતામાંથી બેન્કિંગ ચાર્જ પેટે રૂ.આઠ કાપી લેવામાં આવ્યા હતા.  આવું ઘણા ગ્રાહકો સાથે થયું છે.

વર્તમાન સમયમાં રાંધણ ગેસના સિલિન્ડરના રિફીલ માટે રૂ.૬ર૪ ચૂકવવા પડે છે. જો આ પેમેન્ટ ઓનલાઇન કરવામાં આવે તો ગ્રાહકોને રૂ.પાંચનું ડિસ્કાઉન્ટ મળે છે, પરંતુ આ ડિસ્કાઉન્ટ સબસિડીમાં ઉમેરીને આપવામાં આવતું નથી, ઊલટાનું બેન્કો ઓનલાઇન બ‌ુકિંગ પર રૂ.આઠનો બેન્કિંગ ચાર્જ વસૂલી રહી છે.

http://sambhaavnews.com/

You might also like