Categories: Dharm

ફૂલમાં ફૂલ તો કમળ

ભગવાને બનાવેલી આ સકળ સૃષ્ટિમાં અનેક પ્રકારનાં પુષ્પ છે. તેમાં સૌથી સુંદર કમળનું પુષ્પ દીસે છે. સર્વ ફૂલનો રાજા ગુલાબ છે તો સૌથી સુંદર તથા જોતાં વેંત જ સૌનાં હૃદયાસનને ગમી જાય તેવું પુષ્પ તો કમળ જ છે. કમળ સૌંદર્યનું પ્રતીક છે. કવિઓએ તથા અન્ય રસિકજનોએ તેને તથા પ્રત્યેક અંગને કમળની ઉપમા આપી છે. ભગવાન વિષ્ણુના અનેક અવયવને પણ કમળની જ ઉપમા અપાઇ છે. ઋષિ મુનિઓએ પણ તેમનું પૂજન કર્યું છે. ભગવાનના પ્રત્યેક અંગને જે ઉપમા અપાઇ છે તેમાં મુખ્યત્વે હસ્તકમળ, ચરણ કમળ, હૃદયકમળ, નયનકમળ, વદનકમળ, યોનિકમળ, નાભિકમળ વગેરે વગેરે. ભારતની પ્રાચીન મૂર્તિઓમાં તથા વાસ્તુશાસ્ત્રમાં પણ આપણને ઠેર ઠેર કમળ જોવા મળે છે.

મહાન રાજર્ષિ ભર્તુહરિ તો કહેતા હતા કે, કમળ વગરનું સરોવર મારા હૃદયને શૂળ જેવી વેદના આપે છે. પાણી અને કમળની શોભા અન્યોનાશ્રેયી છે. જેમ પાણીથી કમળ શોભે છે તેમ કમળથી પાણી શોભે છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે કમળ એટલે અનાસકિતનો આદર્શ, માંગલ્યનો મહિમા, પ્રકાશનું પૂજન, સૌંદર્યનું સર્જન તથા જીવનનું દર્શન છે. જેમ બ્રહ્માજી કમલાસન છે, જેમ ભગવાન વિષ્ણુ કમલહસ્ત છે. મા ભગવતી મહાલક્ષ્મી કમલજા છે તેમ ભગવાન સૂર્યનારાયણ પોતે જ નભના નીલસરોવરમાં રહેતા રકતકમલ છે.

કમળની અસંખ્ય જાત છે. કમળ રકતકમળ, નીલકમળ તેમાં મુખ્ય છે. કમળ દિવસે ખીલે છે. સાંજે બિડાઇ જાય છે. કમળની જ એક જાતને પોયણાં કહેવાય છે. પોયણામાં રકમ પોયણાં તથા શ્વેત પોયણા હોય છે તે ખીલે છે. કત રાત્રે. સવારે તો બીડાઇ જાય છે. તેમાં પણ કમળ જેવી જ સરસ સુગંધ હોય છે. પોયણાં જોવાની ખરી મજા તો પૂનમની રાત્રે આવે છે. જેમ દિવસે કમળ જોવાની મજા આવે છે તેનું રસપાન કરવાની મજા આવે છે તેવી જ મજા રાત્રે પોયણાં જોવાની આવે છે. ભારતીય સંસ્કૃતિના વિભિન્ન પ્રતીકોમાં કમળ સૌથી ઉચ્ચ સ્થાને છે. ભારતીય સંસ્કૃતિની વિચારધારા તથા અનુપમ જીવન શ્રેણીનો શુભગ સમન્વય એટલે કમળ. ભગવાન વિષ્ણુએ પોતાના ચાર હાથ પૈકી એક હાથમાં કમળને સ્થાન આપીને કમળનું સ્થાન અવિચળ બનાવી દીધું છે. તો મહાલક્ષ્મી માતા તથા અષ્ટલક્ષ્મી મહામાતાઓએ પણ કમળને જ પોતાનું આસન બનાવી તેમાં જ સ્થાન જમાવ્યું છે.

ભગવાન વિષ્ણુના હાથમાં કમળ જોઇ સંત જ્ઞાનેશ્વરે પણ કહ્યું છે કે, હે કમલનયન, આ કમળથી ખરા જ્ઞાની ભકત પૂજા કરવાની અભિલાષા સેવે છે. ભકત ભગવાનની પૂજા કરે તે સહજ અને સ્વાભાવિક છે, પરંતુ ભગવાનને જો ભકતની પૂજા કરવાનું મન થાય તો તેમાં જ જીવનની કૃતકૃત્યતા છે. ગીતાજીમાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જે આસકિતરહિત તેમજ બ્રહ્માર્પણ વૃત્તિથી કર્મ કરે છે તે પાણીથી અલિપ્ત રહેતા કમળની માફક પાપથી અલિપ્ત રહે છે. અનાસકિતનો આદર્શ એટલે જ કમળ. કમળ શતદલ કે સહસ્ત્રદલ હોય છે.

જો તમારે મા મહાલક્ષ્મીને તીવ્ર ગતિથી પ્રસન્ન કરવાં હોય તો તેમના પૂજનમાં કમળનો ઉપયોગ કરો. કમળમાં રહેલી કમળકાકડીથી તેમના ઇષ્ટ મંત્ર શ્રીં કલીં નમઃનો જાપ કરવો. માળા કમળકાકડીથી બનેલી વાપરો. જુઓ પછી ચમત્કાર. મા લક્ષ્મી તમારા ઘરમાંથી કદી જશે નહીં.

જેમ ગુલાબ, ચંપો, મોગરો, બટમોગરો, જાસૂદ, કમળ સુગંધીદાર પુષ્પ છે તેમ બોગનવેલ, કદમ તથા બીજાં અસંખ્ય ષુષ્પ સુવાસ વગરનાં છે. જેમ મનુષ્ય તેના હૃદયમાં રહેલ જ્ઞાન વડે શોભે છે તેમ પુષ્પ તેમાં રહેલી સુગંધ વડે શોભે છે. કદાચ એટલે જ કોઇ રસિકજને લખ્યું છે કે ફૂલમાં ફૂલ તો કમળ બાકી બધાં પોયણાં.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

divyesh

Recent Posts

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 min ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

11 mins ago

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના…

16 mins ago

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા…

21 mins ago

બોલિવૂડમાં નિષ્ફળ જાવ તો ખૂબ જૂતાં પડે છેઃ અર્જુન રામપાલ

છેલ્લાં પાંચ વર્ષમાં 'રોય', 'રોકઓન-૨', 'કહાની-૨' અને 'ડેડી' જેવી નિષ્ફળ ફિલ્મો કરી ચૂકેલ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે…

37 mins ago

સોમવારે RBI બોર્ડની બેઠક બજારની ચાલ કરશે નક્કી

નવી દિલ્હી: હવે શેરબજારની નજર સોમવારે યોજાનારી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક પર મંડાયેલી છે. સરકાર અને…

40 mins ago