Categories: Gujarat

મ્યુનિ. માટે એએમટીઅેસ વિજય માલ્યા સાબિત થઈ

અમદાવાદ: એક સમયે અમદાવાદની પ્રતિષ્ઠા સમાન ગણાતી એએમટીઅેસ બસ સર્વિસ અત્યારે સાવ દયનીય હાલતમાં મૂકાઈ ગઈ છે. દરરોજની એક કરોડની ખોટમાં ચાલતી એએમટીઅેસ બસ સર્વિસને બીઅારટીઅેસ સર્વિસઅે પડતા પર પાટું માર્યું છે. એએમટીઅેસમાં ખાનગી કોન્ટ્રાક્ટરોનું રાજ, અણધડ વહીવટ, છેક સાણંદ સુધી બસ દોડાવવા જેવી બાબતોના કારણે પણ અેએમટીઅેસ પર દેવાનો મોટો ડુંગર ખડકાયો છે. ગત તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૫ની સ્થિતિઅે એએમટીઅેસના માથે રૂ. ૧૮૭૨.૦૬ કરોડનું દેવું ખડકાઈ ચૂક્યું છે. અાટલા જંગી દેવાનો બોજો નવા નાણાકીય વર્ષમાં કોર્પોરેશન તરફથી મળનારી રૂ. ૩૩૫ કરોડની લોનથી રૂપિયા બે હજાર કરોડના અાંકને પણ અાંબીને રૂ. ૨૨૦૭ કરોડે જઈ પહોંચવાનું છે.

લિકરકિંગ તરીકે અોળખાતા સ્ટાઈલિશ બિઝનેસમેન વિજય માલ્યા ૯ હજાર કરોડના બેંકના દેવા સાથે લંડન ભેગા થઈ ગયા છે. બેંકોને પૈસા ક્યારે મળશે તે તો સમય બતાવશે પણ એએમટીઅેસ તરફથી મ્યુનિ.ને દેવું ચૂકવાય તેવી કોઈ શક્યતા નથી.

એએમટીઅેસ દ્વારા દરરોજની અાશરે ૮૫૦ બસ રોડ પર મુકાય છે. અા બસનું સંચાલન સાવ અાડેધડ રીતે થાય છે. અમદાવાદીઅોને શહેરમાં નોકરી-ધંધાના સમયે નિયમિત પહોંચવા માટે વહીવટીકર્તાઅો પૂરતી સંખ્યામાં બસ મૂકતા નથી અને પશ્ચિમમાં બોપલ-ધુમાથી અાગળ છેક ગોધાવી સુધી અાશરે ૫૭ બસ દોડે છે! બાપુનગર મેઘાણીનગર હાટકેશ્વર એમ પાંચ સ્થળોથી છેક ગોધાવી સુધી બસ સેવાનો વ્યાપ વધારાયો છે! અાટલું અોછું હતું તેમ તાજેતરમાં શાસકોઅે નહેરુનગરથી સાણંદની બસ ચાલુ કરી છે.

બીઅારટીઅેસ સર્વિસ બાદ એએમટીઅેસના સત્તાવાળાઅો મુંબઈની જેમ જાહેર પરિવહન સેવાની વધુ કનેક્ટિવિટી પૂરી પાડવામાં ઠોઠ નિશાળિયા પુરવાર થયા છે. અાજે પણ અેએમટીઅેસના સત્તાવાળાઅોઅે ‘લાલદરવાજા’ પર વધારે ભાર મૂક્યો છે. ટૂંકા અંતરની બસોને લાલદરવાજા સુધી ફરજિયાત દોડાવીને ઉતારુઅોને બે-બે, ત્રણ-ત્રણ બસ બદલવાની ફરજ પડાય છે. શહેરના મુખ્ય રસ્તાઅો પર બસ દોડાવવાને બદલે નાની નાની ગલીઅોમાંથી બસ ચલાવાઈ રહી છે. બીઅારટીઅેસ ફીડર બસ સેવાના નામે તો ભૂતકાળના શાસકોઅે દાટ જ વાળ્યો છે. કહેવાતી ફીડર બસ કરતાં શટલ રિક્ષાનો વકરો વધારે હોય છે.

અેક સમયે જે તે િબલ્ડરની સ્કીમ સુધી એએમટીઅેસ બસને દોડાવાતી હતી. તે સમયગાળામાં જે તે સ્કીમની જાહેરાતમાં એએમટીઅેસ બસની સુવિધા ઉપલબ્ધ છે એમ લખાતું હતું. અત્યારે પણ બસોનું સંચાલન ઢંગથી કરવામાં તંત્રને સફળતા મળી નથી. કેમ કે છેલ્લા બાર-તેર વર્ષથી એએમટીઅેસ પાસે પોતાના કહી શકાય તેવા પૂર્ણ કાલીન ટ્રાન્સપોર્ટ મેનેજર જ નથી. છેલ્લે કે. સી. પટેલ હતા. તેમની સેવા નિવૃત્તિ બાદ કોર્પોરેશનના જે તે ડેપ્યુટી કમિશનર, ટ્રાન્સપોર્ટ મેનેજરનો વધારાનો હવાલો સંભાળે છે. જ્યારે ડેપ્યુટી કમિશનર પાસે કોર્પોરેશનના સ્વતંત્ર વિભાગોનું ભારણ જ કંઈ અોછું હોતું નથી. એટલે બીજા અર્થમાં એએમટીઅેસની સ્થિતિ સુધરીને તોતિંગ દેવાના ડુંગરમાંથી બહાર અાવે તેવી એક ટકાની પણ શક્યતા નથી. પરંતુ એએમટીએસનું દેવું અોછું થવાને બદલે સતત વધતું જ જશે તેમ ખુદ સત્તાધીશો માને છે.

એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે પણ સંસ્થા પરના દેવાના બોજથી ચિંતિત છે પરંતુ તેઅો કહે છે, અા દેવું ધટવાનું તો નથી જ કેમ કે સંસ્થાના પાંચ હજારના સ્ટાફ સામે પાંચ હજાર પેન્શનર છે. એટલે મોંઘવારી ભથ્થા સહિતનું ભારણ રહેશે. જો કે વહીવટી ખર્ચ ઘટાડીને તેમ જ અાઉટ સોર્સિંગ પર વધુને વધુ ભાર મૂકીને સંસ્થા પરના જંગી દેવામાં અાંશિક ઘટાડો કરવાનાે મારાે પ્રયાસ રહેશે.

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

23 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

23 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

23 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

23 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

23 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

23 hours ago