સ્વામીનારાયણ ભગવાન ખુદ લેવા આવશે મને,હરિબાપાએ કર્યો દાવો

રાજકોટના જામ-વંથલીના સ્વામીનારાયણ સંપ્રદાયના ભગત હરિબાપાએ દાવો કર્યો છે કે, આવતીકાલે એટલે કે 24 એપ્રિલે સાંજે પાંચ વાગે ભગવાન સ્વામીનારાયણ પોતે તેમને લેવા માટે આવશે.

તેમના દાવા મુજબ ભગવાન વારંવાર તેમને મળવા આવતા હોય છે અને થોડા સમય પહેલા ભગવાને તેઓને દિવ્યરૂપે દર્શન આપી પરમધામ એટલે કે સ્વર્ગના દર્શન કરાવ્યાં હતા. હરિબાપાએ આ દાવો ફૂલવાડી મંદિરે પ્રસાદી ભવને મહોત્સવના સમાપન વખતે કર્યો હતો.

આ સાથે તેમણે વધુમાં જણાવેલ કે,ભગવાને મને અંગત રીતે આવીને કહ્યું કે મારે તમારી અક્ષરધામમાં જરૂર છે અને એટલે આવતીકાલે સાંજે હું આપને લેવા ખુદ આવીશ. આ ઘટના મામલે કેટલાય તર્ક-વિતર્કો થવા પામ્યા હતા. જો કે, આગામી સમયમાં જોવું જ રહ્યું કે ભગતે કરેલ આ આગાહી કેટલા અંશે સાચી પડે છે.જો કે સમભાવ આ વાતને કોઇ સમર્થન આપતું નથી.

You might also like