ભૂલથી પણ ના બેસી રહો સતત 2 કલાક, થઇ શકે છે મોટું નુકસાન

લાંબા સમય સુધી એકની એક જગ્યા પર બેસી રહેવાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઇ શકે છે. જો તમારી બેઠા બેઠા જોબ હોય તો પણ સતત બેસી રહેશો નહીં. સતત 2 કલાક બેસી રહેવાથી શું હેલ્થ સમસ્યા થાય છે અને એનાથી બચવા માટે શું કરવું જોઇએ.

વધારે લાંબા સમય સુધી બેસી રહેવાથી બ્લડ ક્લોટ થઇ શકે છે જે બ્રેનમાં જઇને સ્ટ્રોકનું કારણ બની શકે છે.

વધારે લાંબા સમય સુધી બેસી રહેવાથી ગરદનની નસો અકડાઇ જાય છે. ગરદનમાં દુખાવો થઇ શકે છે.

વધારે લાંબો સમય સુધી બેસી રહેવાથી લંગ્સ ઓછા એક્ટિવ રહે છે અને એનાથી રિલેટેડ ઘણી સિરીયસ પ્રોબ્લેમ થઇ શકે છે.

જે લોકો વધારે સમય સુધી બેસી રહે છે એમનું મેટબોલિઝ્મ નબળું થઇ જાય છે અને શુગર લેવલ વધી શકે છે.

લાંબા સમય સુધી બેસી રહેનારા લોકો બીજા લોકોની સરખામણીમાં હૃદય રોગનું જોખમ વધી જાય છે.

વધારે બેસવા પર અને ફિઝિકલ એક્ટિવ નહીં રહેવાના કારણે BP હાઇ થવાની સંભાવના વધી જાય છે. ચરબી જમા થતી રહે છે અને મેદસ્વિતા વધે છે.

લાંબા સમય સુધી બેસી રહેવાથી જમવાનું પચતું નથી. ગેસ, એસિડીટી જેવી સમસ્યા થઇ શકે છે.

બેસી રહેવાથી સ્પાઇન્સ પર જોર પડે છે. કમરના દુખાવા જેવી સમસ્યા સર્જાય છે, બ્લડસર્કુલેશન બરોબર થઇ શકતું નથી. એનાથી હાથમાં ઝણઝણાટીની સમસ્યા થઇ શકે છે.

http://sambhaavnews.com/

You might also like