પ્રાઈવેટ સેક્ટરનાં કર્મચારીઓને મળશે 20 લાખ સુધીની ટેક્સ ફ્રી ગેચ્યુઈટી, લોકસભામાં બિલ મંજૂર

નવી દિલ્હીઃ લોકસભામાં ગુરૂવારનાં રોજ બે મહત્વનાં બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઇટી એમેન્ડમેન્ટ બિલ અને સ્પેસિફિક રીલિફ એમેન્ડમેન્ટ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલમાં જરૂરી કાયદાઓ બનશે તે પછી પ્રાઈવેટ ક્ષેત્રમાં કામ કરનાર કર્મચારીઓને ફાયદો થશે.

તેમની રૂ.20 લાખ સુધીની ગ્રેજ્યુટી ટેક્સ ફ્રી થઈ જશે. તેનાંથી પ્રાઈવેટ સેક્ટરનાં કર્મચારીઓની ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં વૃદ્ધિ થશે કે જે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ મુજબ સીસીએસ (પેન્શન)નાં નિયમોમાં શામેલ નથી.

ઉલ્લેખનીય છે કે આ બંને બિલ કોઇ પણ પ્રકારની ચર્ચા વિના પસાર થયાં હતા. વિપક્ષી સભ્યોએ આ બિલ પર ચર્ચા અને મત વિભાજનીની માગણી કરી હતી. પરંતુ વિપક્ષનાં હંગામા વચ્ચે બિલ ધ્વનિ મતથી પસાર કરી દેવાયાં.

પહેલા રૂ.10 લાખથી વધુ ગ્રેજ્યુઇટી ન હોતી અપાઇ શકાતીઃ
અત્યાર સુધી પ્રાઈવેટ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓમાં 5 વર્ષથી વધુ સમય માટે નોકરી કરી ચુકેલા કર્મચારીઓને નોકરી છોડવા અથવા નિવૃત થયાં બાદ રૂ.10 લાખ સુધીની જ ટેક્સ ફ્રી ગ્રેજ્યુટી માટે યોગ્ય ગણવામાં આવતાં હતાં.

પરંતુ આ બિલને કાયદો બનવાની સાથે જ હવે આ મર્યાદા પણ બમણી થઈ જશે. હવે સુધારા બાદ પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતાં કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીની ટેક્સ ફ્રી ગ્રેજ્યુઇટી મળી શકશે.

Dhruv Brahmbhatt

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

46 mins ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

1 hour ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

1 hour ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

1 hour ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

1 hour ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

1 hour ago