VIDEO: સુરક્ષાદળોએ 5 આતંકીઓને કર્યા ઠાર, સ્થાનિકોનો જવાનો પર પથ્થરમારો

સોમવારે આતંકીઓએ એકવાર ફરીથી સુરક્ષાદળોને નિશાન બનાવીને ગ્રેનેડ અટેક કર્યો. હમલામાં પોલીસકર્મી સહિત 8 લોકો ઘાયલ થઈ ગયા. બાટપોરા ચોક પર પોલીસ નાકા પાર્ટી પર આતંકીઓએ હમલો કર્યો હતો. પોલીસ પાર્ટી પર આતંકિઓએ ગ્રેનેડ ફેંક્યા અને ફરીથી ફાયરિંગ પણ કર્યુ. આ હમલામાં એક બાળકી અને પોલીસકર્મી સહિત 8 લોકો ઘાયલ થયા હતા જેમને હોસ્પીટલમાં ભર્તી કરવામાં આવ્યા છે.

 

જણાવી દઈએ કે જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ તંગધાર સેક્ટરમાં 27 મે ના રોજ ઓપરેશનમાં પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. ઠાર કરાયેલા આતંકીઓમાંથી એક પુલવામાનો વતની હતો. ત્યાર બાદ સ્થાનીય લોકોએ સુરક્ષાદળોના વાહનોને નિશાન બનાવીને તેમની પર પથ્થરમારો કર્યો હતો. આ પહેલી ઘટના નથી જ્યારે આતંકીને મારવાથી સેના પર ઘાટીના લોકોએ ગુસ્સો ઉતાર્યો હોય.

આ પહેલા પાછલા શુક્રવારે પણ ભીડે શુક્રવારની પ્રાર્થના બાદ જામિયા મસ્જિદની બહાર સીઆરપીએફના વાહનોને નિસાન બનાવીને તેમની પર પથ્થરમારો કર્યો હોય. તે સમયે ભારત વિરોધી નારાઓ પણ લગાવાયા. જેવી સેનાની જીપ્સી પાસે આવી કે ભીડે પહેલા તેની પર એક સાયકલ ફેંકી, ત્યારબાદ કેટલાક લોકોએ લાકડીના ડંડા ફેક્યા અને ત્યારબાદ પથ્થરમારો પણ કર્યો. આ મામલે સીઆરપીએફે સફાઈ આપતા કહ્યુ હતુ કે આ ઘટના હિંસક ભીડના કારણે થઈ અને સુરક્ષાદળોએ ખુબ વધારે સંયમ દેખાડ્યો છે.

You might also like