ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક ક્લિક પર

રૂ. ૬૦ હજારનાં ઘરેણાં-રોકડની ચોરી
અમદાવાદઃ વટવા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યા છે. વટવામાં ઘોડાસર ખાતે અાવેલ શ્યામ વાટિકા રો-હાઉસના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ ઘરેણા અને રોકડ રકમ મળી રૂ. ૬૦ હજાર મતાની ચોરી કરતાં તપાસ હાથ ધરવામાં અાવી છે.

દારૂ અને જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૮૩ લિટર દેશી દારૂ, ૨૧ બોટલ વિદેશી દારૂ, ૧૧ બિયરના ટીન, એક રિક્ષા, બે બાઈક, રૂ. ૧૬ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૫૯ શખસની ધરપકડ કરી હતી.

તકેદારીરૂપે ૧૫૧ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી તકેદારીના પગલાંરૂપે ૧૫૧ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ નવ અને પાસા હેઠળ બેની ધરપકડ કરવામાં અાવી છે.

ઘરેણા, ઘડિયાળ, મોબાઈલની તફડંચી
અમદાવાદઃ ઘોડાસરમાં એક મકાનમાંથી ઘરેણાં, ઘડિયાળ અને મોબાઈલ મળી અાશરે રૂ. બે લાખની મતાની ચોરી કરવામાં અાવી હતી. ઘોડાસરમાં અાવેલી વૃંદાવન વિહાર સોસાયટીના એક મકાનમાંથી સોનાનાં ઘરેણાં, ચાંદીના ગ્લાસ, પાંચ નગ ઘડિયાળ, ત્રણ મોબાઈલ અને લેપટોપની તફડંચી થઈ હતી.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ પાલડી વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પાલડીમાં વિકાસગૃહ રોડ પર અાવેલી ધર્મિષ્ઠાનગર સોસાયટીના દરવાજા પાસેથી પસાર થઈ રહેલ એક વ્યક્તિના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like