Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

શહેરમાં ત્રણ મહિલાઓએ સોનાના દોરા ગુમાવ્યા
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપના ત્રણ બનાવ બનતાં પોલીસે ગુના દાખલ કર્યા છે.  અા અંગેની વિગત એવી છે કે સોલામાં મંગલદીપ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહેલી પ્રેમિલાબહેન ગજ્જરના ગળામાંથી ગઠિયો ૩૫ હજારની કિંમતનો સોનાના દોરો તોડી ફરાર થઈ ગયો હતો. જ્યારે ચાંદખેડામાં સ્પિંગવેલી પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહેલ શિલ્પાબહેન જોષીના ગળામાંથી પણ રૂ. ૪૫ હજારની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી.  અા ઉપરાંત મણિનગરમાં રામબાગ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ કલ્પિતાબહેન અમીનના ગળામાંથી ૩૦ હજારની કિંમતનો દોરો તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો.

ડમ્પરની અડફેટે મહિલાનું અને દાઝી જતાં યુવતીનું મોત
અમદાવાદ: વટવા વિસ્તારમાં ડમ્પરની અડફેટે અાવી જતાં એક મહિલાનું અને સરસપુરમાં દાઝી જવાના કારણે એક યુવતીનું મોત થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.  વટવા કેનાલ રિંગરોડ પરથી ચાલતાં પસાર થઈ રહેલ કંકુબહેન ભલાભાઈ ભરવાડ નામની મહિલા ડમ્પરની અડફેટે અાવી જતાં ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અા મહિલા જામનગર જિલ્લાની રહીશ હોવાનું જાણ‍વા મળે છે જ્યારે સરસપુરમાં ઈંટવાડા નજીક અાવેલ જીવરામ ખુશાલદાસના છાપરા નજીક રહેતી સુષમા ‌િબપિનભાઈ પરમાર નામની યુવતીનું અકસ્માતે દાઝી જવાથી શારદાબહેન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

‌િજન્સ પેન્ટ- ટીશર્ટ સહિત રૂ. એક લાખની મતાની ચોરી
અમદાવાદ: ઘાટલોડિયામાં અાવેલા એક રેડીમેડ કાપડના સ્ટોરમાંથી રૂ. એક લાખની ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયાના સીપીનગર પાસે રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોરના નકૂચા તોડી તસ્કરોએ અા સ્ટોરમાંથી ‌િજન્સના પેન્ટ, ટીશર્ટ, ખાલી શર્ટ, પરફ્યૂમ, બોડી સ્પ્રે અને સીસીટીવી કેમેરાનું ડીવીઅાર મળી અાશરે રૂ. એક લાખની મતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like