Categories: Gujarat

Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

કાપડનો જથ્થો ખરીદી વેપારી સાથે ૨૫ લાખની છેતરપિંડી
અમદાવાદ: કાલુપુરમાં અાવેલી મસકતી માર્કેટના એક વેપારી પાસેથી રૂપિયા ૨૫ લાખનું કાપડ ખરીદી વાયદા પ્રમાણે રકમ ન અાપી છેતરપિંડી કરનાર ચાર શખસ વિરુદ્ધ કાલુપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે કાલુપુર મસ્કતી માર્કેટ પાસે અાવેલ ક્રિષ્ના ટેક્સટાઈલ નામની કંપની ધરાવતા કિશનભાઈ કોલોરામ પુરસવાણી પાસેથી જુદા જુદા સમયે અારોપી કે.સી. વર્ગિશ સબેસ્ટિયન, અનિલકુમાર અને દિલીપકુમાર નામના શખસોએ જુદા જુદા સમયે રૂપિયા ૨૫ લાખના કાપડની ખરીદી કરી હતી અને અા રકમ અાપવા માટે વાયદો પણ કર્યો હતો પરંતુ વાયદા મુજબ પેમેન્ટ ન ચૂકવતાં વેપારીએ ઉઘરાણી કરી હતી. અામ છતાં ઉપરોક્ત ચાર શખસોએ કોઈ સંતોષકારક જવાબ ન અાપતા છેવટે અા અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં અાવી છે.

જુગારના અડ્ડા પર દરોડોઃ દસ લાખની મતા સાથે દસ ઝડપાયા
અમદાવાદ: અડાલજ નજીકના ઉવારસદમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે છાપો મારી દસ જુગારિયાઓને જુગાર રમતા ઝડપી લઈ રૂ. દસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અા અંગે ગુનો દાખલ કર્યો છે.  અા અંગેની વિગત એવી છે કે અડાલજ નજીક અાવેલા ઉવારસદ ગામે ઈંટોના ભઠ્ઠ્ા નજીક ખુલ્લા મેદાનમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીના અાધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતાં જ જુગારિયાઓએ ભાગી છૂટવા માટે ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ પોલીસે કિશોર ઠાકોર, અશોક ઠાકોર, લાલ બળદેવ ઠાકોર, જીતુ ઠાકોર, શકરા ઠાકોર, સુરેશ ચૌધરી, લાલજી વાઘેલા, હસમુખ પટેલ, ચેહુજી ઠાકોર સહિત દસની ધરપકડ કરી રોકડ રકમ, સાત મોબાઈલ, છ બાઈક, બે કાર સહિત રૂ. દસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ બેનાં મોત, ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા
અમદાવાદ: અમદાવાદ લીંબડી હાઈ વે પર કાનપરાના પાટિયા પાસે એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ત્રણ વ્યક્તિઓ ગંભીરપણે ઘવાતાં તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ લીંબડી હાઈ વે પર કાનપરાના પાટિયા પાસે એસટી બસ અને કાર વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કાર પલટી ખાઈ જતાં બે વ્યક્તિની ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે ખુશાલભાઈ, નવનીતભાઈ અને હિતેશભાઈ નામની ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. જેમાંથી એકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત વ્યક્તિઓ ભાવનગર નજીકના વાવડી ગામની રહીશ હોવાનું જાણવા મળે છે.
સુરત નેશનલ હા‍ઈવે પર કોસંબા ઓવરબ્રિજ પાસે ૩૫ જેટલા મજૂરો ભરીને જઈ રહેલ ટેમ્પાનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં એક મહિલા સહિત બે મજૂરોનાં ગંભીર રીતે ઘવાતા ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

પાલડીમાં સગીરાનું અપહરણ
અમદાવાદઃ પાલડીમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. પાલડીમાં ધૂમકેતુ માર્ગ પર વિકાસગૃહ નજીકથી ૧૭ વર્ષની એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ર૬૬ લિટર દેશી દારૂ, ૨૫૩ બોટલ વિદેશી દારૂ, ૨૪ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૧૬,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૪૨ શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૬૪ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ૧૬૪ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂ અને જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે શખસની પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી અાપ્યા છે.

રાણીપમાંથી ૯૦  હજારની મતાની ચોરી
અમદાવાદઃ રાણીપ વિસ્તારમાં રૂ. ૯૦ હજારની મતાની ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ન્યુ રાણીપની સાંનિધ્ય ફ્લોરા સ્કીમના સી અને ડી બ્લોક ખાતે લિફ્ટમાંથી કંટ્રોલ પેનલ વી-૩-એફ ડ્રાઈવ સહિત રૂ. ૯૦ હજારની માલમતાની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વટવામાંથી બાળકનું ભ્રૂણ મળતાં ચકચાર
અમદાવાદઃ વટવા વિસ્તારમાંથી બાળકનું ભ્રૂણ મળી અાવતાં અા ઘટનાએ ચકચાર જગાવી છે. વટવા વિસ્તારમાં નારોલ નજીક શક્તિનગરના નાકે અાવેલ પાણીની ટાંકી પાસેથી તાજા જન્મેલા બાળકનું ભ્રૂણ મળી અાવતાં લોકોનાં ટોળેટોળા ભેગાં થયાં હતાં. પોલીસે અા અંગે વધુ તપાસ શરૂ કરી છે.

divyesh

Recent Posts

Girlsને ઇમ્પ્રેસ કરવા ચાહો તો Chatting પર અપનાવો આ ટ્રિક્સ

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222488,222489,222490"] દરેક વ્યક્તિને જીવનમાં એક જીવનસાથીની અવશ્યપણે જરૂરિયાત હોય છે. દરેક લોકો પોતાનું એક ઘર વસાવવા…

7 mins ago

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી…

15 mins ago

‘કેસ લડવામાં ખૂબ ખર્ચ થયો, પત્નીને 2.29 કરોડનું ભથ્થું નહીં આપી શકું’

લંડન: બ્રિટનમાં એક અબજપતિ વેપારીએ પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ર,૪૦,૦૦૦ પાઉન્ડ (રૂ.ર કરોડ ર૯ લાખ) ભરણપોષણ પેટે આપવામાં અસમર્થતા…

38 mins ago

મે‌રીલેન્ડના મેડિકલ સેન્ટરમાં ફાયરિંગ: ત્રણનાં મોત, મહિલા હુમલાખોરે ખુદને ગોળી મારી

વોશિંગ્ટન: અમેરિકાના મેરીલેન્ડના એક મેડિકલ સેન્ટર અને દવા વિતરણ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિનાં…

52 mins ago

પેટ્રોલ બાદ હવે CNG-PNGના ભાવમાં થશે ભડકો

નવી દિલ્હી: ગગડતા રૂપિયાની અસર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક…

1 hour ago

ભારત ઈરાનને ઓઈલનું પેમેન્ટ રૂપિયામાં કરશે

નવી દિલ્હી: ભારતે ઇરાન સાથે ટ્રેડ બંધ કરવાની અમેરિકાની ધમકીનો ઉકેલ શોધી કાઢ્યો છે. ભારત હવે નવેમ્બરથી પોતાના ક્રૂડ ઓઇલના…

1 hour ago