Categories: News

Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

ગુજરાત બોટલિંગ પાસે ફેકટરીમાં અાગ લાગતાં ભારે દોડધામ
અમદાવાદ,: બાપુનગર વિસ્તારમાં ગુજરાત બોટલિંગ પાસે અાવેલી એક ફેકટરીમાં ગઈ મોડી રાતે અચાનક જ અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી.  અા અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે મોહન એસ્ટેટમાં અાવેલી પ્લાસ્ટિકની બોટલ બનાવતી એક ફેકટરીમાં ગઈ રાતે ૧ વાગ્યાના સુમારે અચાનક જ અાગ ફાટી નીકળતાં એસ્ટેટમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ સાધન-સામગ્રી સાથે તાત્કાલીક બનાવના સ્થળે પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લીધી હતી.  અાગમાં થયેલા નુકસાનનો અંદાજ જાણવા મળ્યો નથી તેમજ અાગ લાગવાનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી. અાગમાં ફેક્ટરીમાં પડેલો કાચો અને પાકો માલ તેમજ મશીનરી બળીને ખાસ થઈ ગયાં હતાં.

ઓઢવમાં ગેસ ગળતરની અફવા ફેલાતાં ભયનો માહોલ સર્જાયો
અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં અાદિનાથનગર નજીક ગેસ ગળતર થયું હોવાની જોરદાર અફવા ફેલાતાં અફરાતફરી મચી જતાં ભયનો માહોલ સર્જાયો હતો.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ઓઢવ વિસ્તારમાં અાદિનાથનગર નજીક ગેસ ગળતર થયું હોવાની ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અા અફવા જોતજોતામાં જ અાખા વિસ્તારમાં પ્રસરી જતાં ઠેરઠેર લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં અને જાત જાતની વાતો પણ વહેતી થઈ હતી. જો કે તપાસના અંતે અા પ્રકારની કોઈ ઘટના ન બની હોવાનું જણાવતા સૌ કોઈના જીવ હેઠે બેઠા હતા. અા ઉપરાત કાલુપુર ચોખા બજારમાં પાર્ક કરેલી એક મારુતિ કારમાં અચાનક જ અાગ લાગતાં ફાયરબ્રિગેડના જવાનોએ પહોંચી જઈ અાગ બુઝાવી નાખી હતી. અાગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.

ચાર યુવતી સહિત સાત લાપતા
અમદાવાદઃ વાસણામાંથી રેણુકા માહોર, વેજલપુરમાંથી હીના પુરબિયા, ઘાટલોડિયામાંથી શ્રદ્ધાબહેન દવે, રાયખડમાંથી કવિતાબહેન કહાર, સેટેલાઇટમાંથી પ્રકાશ કલાલ, ખોખરામાંથી અમરનાથ મૌર્ય અને બહેરામપુરામાંથી દિનેશભાઇ ચૌહાણ લાપતા બનતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ ઘાટલોડિયા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયાના કે.કે.નગર ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલ હંસાબહેન વિષ્ણુભાઇ પ્રજા‌પતિ નામની મહિલાના ગળામાંથી પાછળના ભાગેથી બાઇક પર આવેલા બે ગઠિયા રૂ.ર૮,૦૦૦ની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ કરી ભાગી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દરિયાપુરમાં રૂ. ત્રણ લાખની ઘરફોડ
અમદાવાદઃ દરિયાપુર વિસ્તારમાં રૂ. ત્રણ લાખની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. દરિયાપુરના પાંચ પટ્ટી ખાતે આવેલ નૂર મં‌િજલ ફલેટના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ. ત્રણ લાખની કિંમતના સોનાનાં ઘરેણાંની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૬૦ લિટર દેશી દારૂ, ૧૦ બોટલ વિદેશી દારૂ, ૬ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૮,૦૦૦ની રોકડ રકમ-જુગારનાં સાધનો કબજે કરી ૬૦ શખ્સની ધરપકડ કરી છે.

સાબરમતી નદીમાંથી લાશ મળી
અમદાવાદઃ ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાં એક વૃદ્ધની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી.

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

13 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

13 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

15 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

15 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

15 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

16 hours ago