Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

ચાર શખસોએ ‌િરક્ષાને અાંતરી ૩૩ હજારની મતાની લૂંટ ચલાવી
અમદાવાદ: સરસપુર વિસ્તારમાં ચાર શખસોએ એક ‌િરક્ષાને અાંતરી એક યુવાનની અાંખમાં મરચાંની ભૂકી નાખી રૂ. ૩૩ હજારની મતાની લૂંટ ચલાવતા શહેરકોટડા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે ઓઢવ વિસ્તારમાં રહેતાે રાજુ બાબુભાઈ પટેલ પોતાની ‌િરક્ષામાં મુસાફરો બેસાડી સાંજના ૭ વાગ્યાના સુમારે સરસપુર વિસ્તારમાં વહોરાના રોજા નજીકના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગેથી અાવેલા ચાર શખસોએ ‌િરક્ષાને અાંતરી ઊભી રખાવી હતી ત્યારબાદ અા પૈકીના એક શખસે ‌િરક્ષામાં બેઠેલ પ્રકાશભાઈની અાંખમાં મરચાંની ભૂકી નાખી પાંચ પાર્સલ અને રોકડ રકમ મળી રૂ. ૩૩ હજારની મતાની લૂંટ ચલાવી અા ચારેય શખસો બે બાઈક ઉપર નાસી છૂટ્યા હતા. પોલીસે અા અંગે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

નોવેલ્ટી સ્ટોરમાંથી ૨૫૭ ઘાતક હથિયારો ઝડપાયાં
અમદાવાદ: રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક એક નોવેલ્ટી સ્ટોર પર પોલીસે છાપો મારી ઝડતી કરતાં અા સ્ટોરમાંથી ૨૫૭ જેટલા ઘાતક હથિયારોનો જથ્થો મળી અાવતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.  અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીક રોડ પર અાવેલી હોટલ ઈન્ડિયા પેલેસના નોવેલ્ટી સ્ટોરમાં ઘાતક હથિયારો છુપાવવામાં અાવ્યા હોવાની બાતમીના અાધારે પોલીસની ટીમે અા સ્ટોર પર છાપો માર્યો હતો. પોલીસે સ્ટોરની ઝડતી કરતાં સ્ટોરના જુદા જુદા કબાટના ખાનાઓમાં છુપાવેલા તલવારો, છરા, બેઝબોલ ‌િસ્ટક, મૂઠ, હોકીઓ અને પાઈપો મળી કુલ ૨૫૭ જેટલા ઘાતક હથિયારો મળી અાવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન અા ઘટનામાં છ શખસોના નામો ખૂલતાં પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી છ શખસોની ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો હતો.

રૂ. બે લાખનાં ઘરેણાં, રોકડની ચોરી
અમદાવાદઃ મણિનગર વિસ્તારમાં રૂ. બે લાખની કિંમતનાં ઘરેણાં અને રોકડ રકમની ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. મણિનગરમાં દક્ષિણી સોસાયટી નજીક અાવેલ કુમુદ એપાર્ટમેન્ટના એક મકાનનાં તસ્કરોએ તાળાં તોડી તિજોરીમાંથી સોનાં-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ. બે લાખની મતાની ચોરી કરી હતી.

બે રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના કાલુપુર અને ગોમતીપુર વિસ્તારમાંથી બે રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. કાલુપુરમાં રેલવે સ્ટેશન પાસેથી એક રિક્ષાની અને ટંકશાળ નજીકથી એક રિક્ષાની તેમજ ગોમતીપુરમાં ચારતોૃડા કબ્રસ્તાન પાસેથી એક બાઈકની ઉઠાંતરી થઈ હતી.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ વટવામાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વટવામાં પીપળજ કેનાલ નજીક અાવેલી વસાહતમાં રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૧ લિટર દેશી દારૂ, ૧૬ બોટલ વિદેશી દારૂ, ૭ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૨૮ શખ્સની ધરપકડ કરી છે. અા ઉપરાંત તકેદારીનાં પગલાંરૂપે પોલીસે ૧૪૯ શખસની અટકાયત કરી હતી.

વૃદ્ધની લાશ મળી આવી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ નજીકથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ નજીકની ફૂટપાથ પર એક વૃદ્ધની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

You might also like