Categories: Gujarat

ક્રાઇમ બ્રિફ: શહેરના ક્રાઇમ ન્યુઝ

ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે ચેઈન સ્નેચિંગ
અમદાવાદઃ ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર નજીક ચેઈન સ્નેચિંગનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સ્મૃતિ મંદિર તરફ જતા રસ્તા પર શ્રીજી બંગલોઝ નજીકથી પસાર થઈ રહેલ દિવ્યાબહેન નરેન્દ્રભાઈ ફતવાણીના ગળામાંથી ગઠિયા રૂપિયા ૫૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા.

ચોથા માળેથી પટકાતાં યુવાનનું મોત
અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં નવા બનતા બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતાં એક યુવાનનું મોત થયું હતું. રાજસ્થાનના વતની પ્રકાશ દુધિયા ડેંડોર નામનો યુવાન ચાંદખેડામાં ઓમકાર લોટસની નવી બનતી સાઈટના ચોથા માળેથી નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જશોદાનગરમાં ઘરફોડ ચોરી
અમદાવાદઃ જશોદાનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. જશોદાનગરમાં પીએફ હાઈસ્કૂલ પાસે અાવેલ શ્રીજી રો-હાઉસના એક મકાનના તાળાં તોડી તસ્કરો ઘરેણાં અને રોકડ રકમ મળી રૂપિયા ૬૬ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૬૭૬ લિટર દેશી દારૂ, ૧૫૨૦ વિદેશી દારૂની બોટલ, ૧૪૪ બિયરના ટીન, બે એક્ટિવા, એક બાઈક, એક કાર કબજે કરી ૫૦ ઈસમની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૧૭ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર તકેદારીના પગલાંરૂપે પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી ૧૧૭ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

40 mins ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

46 mins ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

1 hour ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

1 hour ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

1 hour ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

1 hour ago