LOC પર આતંકીઓ સાથે અથડામણ ચાલુ, 4 જવાન શહીદ, 4 આતંકી ઠાર

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસી પર આતંકીઓ અને સેનાની વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં સેનાના 4 જવાનો શહીદ થઇ ગયા છે જ્યારે 4 આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે.

મળતી જાણકારી અનુસાર એક દળે એલઓસીના નૌગામા સેક્ટરમાં ઘૂંસણખોરી કરીએ દરમિયાન સેના અને આતંકીઓની વચ્ચે અથડામણ શરૂ થઇ. સેનાએ જવાબી કાર્યવાહી કરતાં 4 આતંકીઓનો ઠાર કર્યો છે. પરંતુ એ દરમિયાન ગોળી વાગવાના કારણે બે જવાન શહીદ થઇ ગયા, જ્યારે અન્ય બીજા બે જવાન રવિવારના રોજ શહીદ થયા હતા.

આ વિસ્તારમાં 4 થી 5 આતંકીઓ છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેનાએ પૂરા વિસ્તારને ઘેરીને મોટા પાયા પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ટ

સુરક્ષાદળોએ શનિવારે કુપવાડા જિલ્લાના કેરનનમાં હથિયારોનો જથ્થો જપ્ત કર્યો.

એક સર્ચ ઓપરેશન હેઠળ સેનાએ કેરન વિસ્તારમાંથી બે એકે રાઇફલ્સ, બે પિસ્તોલ, 20 પિસ્ટલ મેગેઝીન અને એના 27 રાઉન્ડ, 20 એકે રાઇફલ્સના મેગેઝીન અને 600 રાઉન્ડ, એક ચાકૂ, એક વીજળીનો તાર જપ્ત કરવામાં આવ્યું છે. સેનાએ આ સંબંધમાં કેસ દાખલ કરાયો છે.

http://sambhaavnews.com/

You might also like