LLB-LLM માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજોમાં એલએલબી અને એલએલએમમાં પ્રવેશ માટે એડમિશન કમિટી દ્વારા મોડે મોડેથી પ્‍ાણ પ્રોવિઝનલ લિસ્ટ બહાર પ્‍ાાડવામાં અાવ્યું છે. જ્યારે એલએલઅેમમાં મોક રાઉન્ડની કાર્યવાહી હાથ ધ્‍ારવામાં અાવી છે.  એલએલબી અને એલએલએમમાં બેઠકોની સંખ્યા સામે અરજદાર ઉમેદવારોની સંખ્યા બમણાં કરતાં વધ્‍ાારે હોવાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઅોને પ્રવેશથી વંચિત રહેવું પ્‍ાડે તેવી સ્થિતિનું નિમાર્ણ થયું છે. 

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ્‍ા લો કોલેજોમાં એલએલબી. (ત્રણ વર્ષનો અભ્યાસક્રમ)ના કોર્સ માટે 2700 જેટલી બેઠકો  ઉપ્‍ાલબ્ધ્‍ા છે. જેની સામે 7300થી વધ્‍ાુ વિદ્યાર્થીઅોએ અોનલાઈન પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે અામાંથી 1300 જેટલા વિદ્યાર્થીઅોના ફોર્મ અનવેલિડ રહ્યા હતા. અાથી બાકી રહેલા 6000 વિદ્યાર્થીઅોના પ્રવેશ માટે યુનિવર્સિટીની એડમિશન કમિટી દ્વારા પ્રોવિઝનલ લિસ્ટ બહાર પ્‍ાાડીને મોક રાઉન્ડની પ્રક્રિયા હાથ ધ્‍ારી છે. 

જ્યારે એલએલ.એમ.ના કોર્સ માટે વિવિધ્‍ા લો કોલેજોમાં 750 જેટલી બેઠકો ઉપ્‍ાલબ્ધ્‍ા છે. અા માટે 2200થી વધુ વિદ્યાર્થીઅોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 1500 જેટલા વિદ્યાર્થીઅોના ફોર્મ વેલીડ રહ્યા હતા. અા વિદ્યાર્થીઅોનું પ્રોવિઝનલ લિસ્ટ બહાર પ્‍ાાડીને અાજે 650 વિદ્યાર્થીઅોને મોક રાઉન્ડ માટે બોલાવવામાં અાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 6 જુલાઈના રોજ ફોર્મ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્‍ાૂરી થયા બાદ 15 દિવસ સુધ્‍ાી એડમિશન કમિટી દ્વારા પ્રોવિઝનલ લિસ્ટ બહાર પ્‍ાાડવામાં અાવ્યું ન હતું. અા અંગે એડમિશન કમિટીના સભ્ય ડો. ઋષિકેશ વી. મહેતાનો સપ્‍ાર્ક કરાતાં તેમણે જણાવ્યું હતું કે એલએલબી. અને એલએલએમના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયા છે અને એલએલએમ. માટે અાજથી મોકરાઉન્ડની કાર્યવાહી હાથ ધ્‍ારાઈ છે. જ્યારે એલએલબીના મોકરાઉન્ડ અંગે પ્‍ાૂછતાં તેમણે એલએલએમની મોકરાઉન્ડની કાર્યવાહી ચ્‍ાાલતી હોવાનું કહીને જવાબ અાપ્‍ાવાનું ટાળ્યું હતું.

You might also like