OMG! આ માણસના કાનમાંથી નિકળી જીવતી ગરોળી

સાઉથ ચીનના ગુઆંગજો ક્ષેત્રમાં 30 વર્ષના એક વ્યક્તિને કાનમાં અચાનકથી ખૂબ જ ખણ આવવા લાગી, પરેશાન થઇને અંતે એ ડોક્ટર્સને દેખાડવા ગયો, આ બાબતે ડોક્ટર્સે ખુલાસો કર્યો જેના કારણે બધા લોકો ચોંકી થઇ ગયા. હકીકતમાં એના કાનમાં એક જીવતી ગરોળી જતી રહી હતી.

આ વ્યક્તિએ એના નામનો ખુલાસો કર્યો નથી. એક વેબસાઇટ પ્રમાણે આ માણસ જ્યારે રાતે સૂઇ ગયો હતો તો એની સ્થિતિ સામાન્ય હતી. પરંતુ સવારે ઊઠતાં જ એના કાનમાં જોરદાર ખણ આવવા લાગી, જે સતત વધતી જતી હતી. એને શંકા હતી કે સૂતા દરમિયાન કોઇક કીડો એના કાનમાં જતો રહ્યો હશે. એ તરત જ હોસ્પિટલ પહોંચી ગયો, જ્યાં ડોક્ટરએ જે ખુલાસો કર્યો એ ચોંકાવનારો હતો.

ડોક્ટરના જણાવ્યા અનુસાર એ વ્યક્તિના કાનમાં જીવતી ગરોળી ફરી રહી હતી. એમને તરત ઇન્જેક્શન આપીને એ ગરોળીને બેભાન કરી દીધી કારણ કે એ માણસના મગજ સુધી પહોંચી ના જાય. ત્યારબાદ એના કાનમાંથી ગરોળીને બહાર નિકાળવામાં આવી. ડોક્ટરનું કહેવું હતું કે થોડું પણ મોડું થાત તો ગરોળી એના મગજ સુઘી પહોંચી જાત અને એના જીવને જોખમ પહોંચી શકતું હતું. જો કે એ ગરોળીનું પૂંછડી પણ ન હતી. પહેલા તો એમને શંકા હતી કે પૂંછડી એના કાનમાં તો રહી ગઇ નથી એટલા માટે એના કાનનું ફરીથી ચેકઅપ કરવામાં આવ્યુ પરંતુ પૂંછડી મળી નહી. બે દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ એ માણસને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હવે બરોબર ઠીક છે.

http://sambhaavnews.com/

You might also like