Categories: India Sports

હાર્યું હૈદરાબાદ : બેંગ્લોરનો ઘર આંગણે ભવ્ય વિજય સાથે શરૂઆત

બેંગ્લોર : આઇપીએલની 9મી સિઝનની ચોથી મેચ આજે હૈદરાબાદ અને બેંગ્લોરની ટીમ સામસામે ટકરાઇ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદનાં કેપ્ટન ડેવિટ વોર્નરે વિરાટ કોહલીની વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. જેનાં પગલે પહેલા બેટિંગ કરવા માટે આવેલ બેંગ્લોરનાં તમામ ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. જેનાં પગલે નિર્ધારિત 20 ઓવરમાં બેંગ્લોરે 227 રનનો ખડકલો કરી દીધો હતો અને હૈદરાબાદને જીતવા માટે 228 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. બીજી બેટિંગ કરવા માટે ઉતરેલા હૈદરાબાદ નિર્ધારિત 20 ઓવરમાં ટાર્ગેટ પ્રાપ્ત કરી શક્યું નહોતું અને 182 રનમાં જ ખખડી ગયું હતું. જેનાં પગલે તેનો 45 રનથી પરાજય થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઘર આંગણે ભવ્ય વિજય થયો હતો.

હૈદરાબાદનો રકાસ
જવાબમાં ઉતરેલી હૈદરાબાદની ટીમે તાબડતોબ શરૂઆત કરી અને શરૂઆતની ત્રણ ઓવરમાં 35 રન બનાવી નાખ્યા હતા. જો કે ચોથી ઓવરનાં પહેલા જ બોલમાં શિખર ધવન (8) પર બોલ્ડ થઇ ગયો હતો. જો કે ત્યાર બાદ ડેવિડ વોર્નરે પોતાની ટીમનાં સ્કોરને આગળ વધાર્યો હતો. વોર્નરે 21 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. ત્યાર બાદ વોર્નરે અમુક સારા શોટ્સ રમ્યા પરંતુ 25 બોલમાં 58 રન બનાવીને તે 9મી ઓવરમાં એડમ મિલને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ પીચ પર આવેલ વિકેટ કિપર નમન ઓઝા પણ 0 રન પર જ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 10મી ઓવરનાં ત્રીજા બોલ પર ચહલે ડીવિલિયર્સનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આશા હતી કે પીચ પર ટકીને રમી રહેલા મોઇસિસ હેનરીક્સ સ્કોરને આગળ લઇ જશે. પરંતુ તે પણ 19 રન બનાવીને મિલનેનાં બોલમાં રસૂલને કેચ આપી બેઠો હતો. ત્યાર બાદ પાંચમી વિકેટ ચહલે દીપક હુડ્ડાનાં સ્વરૂપે આપ્યો હતો. તે 6 રન બનાવીને ડીવિલિયર્સનાં હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ છઠ્ઠી વિકેટ આશીષ રેડ્ડીનાં સ્વરૂપે લાગી હતી જે 18 બોલમાં 32 રનની ધુંઆધાર રમત દેખાડીને વોટ્સનનાં બોલમાં બોલ્ડ થઇ ગયો હતો. આ સાથે મોર્ગન 18 બોલમાં 22 રન અને કર્ણ 16 બોલમાં 26 બનાવીને અણનમ રહ્યા હતા. જો કે હૈદરાબાદ હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગ્લોરનો 45 રનથી ભવ્ય વિજય થયો હતો.

બેંગ્લોરનો આક્રમક અંદાજ : હૈદરાબાદનાં તમામ બોલર્સનો રકાસ
પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ટીમ બેંગ્લોરની મેચની બીજી જ ઓવરમાં એક મોટો ઝટકો લાગ્યો હતો. ભુવનેશ્વર કુમારે પોતાનાં બીજા જ બોલમાં ક્રિસ ગેલને ક્લિન બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો. ગેલ 4 બોલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો હતો. જો કે વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરતા 51 બોલમાં આક્રમક 75 રન ફટકાર્યા હતા. જો કે ઘાતક બની ગયેલ કોહલીને પણ ભુવનેશ્વર કુમારે ક્લિન બોલ્ડ કર્યો હતો. જ્યારે ગેલનાં આઉટ થતા સ્ટ્રાઇકમાં આવેલ એ.બી ડિવિલિયર્સે પણ આક્રમ પ્રદર્શન કર્યું હતું. 42 બોલમાં આક્રમક 82 રન ફટકાર્યા હતા. જો કે તે પણ મુસ્તાફિજુર રહેમાનનો ભોગ બનીને કેચ આઉટ થયો હતો.

શેનવોટ્સને 8 બોલમાં આક્રમક 19 રન બનાવીને રહેમાનનાં બોલમાં નમન ઓઝાને કેચ આપી બેઠો હતો અને કેચ આઉટ થયો હતો. જો કે બેંગ્લોરની ટીમનાં મહત્વનાં ચાર ખેલાડીઓ આઉટ થયા બાદ સ્કોર વધારે મોટો નહી થાય તેવો અંદાજ લગાવાઇ રહ્યો તહો. પરંતુ સરફાઝ ખાને આક્રમક અંદાજમાં 10 બોલમાં 35 રન બનાવીને ટીમનાં સ્કોરને 200ની પાર પહોંચાડી દીધો હતો અને અણનમ રહ્યો હતો. બીજી તરફ કેદાર જાઘવ 6 બોલમાં 8 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Navin Sharma

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

2 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

3 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

4 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

4 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

5 hours ago