Categories: India

Rail Budget Highlights : 2016 સુધીમાં દેશનાં 110 રેલવે સ્ટેશનો પર વાઈ-ફાઈ સુવિધા

નવી દિલ્હી: રેલવે મંત્રી સુરેશ પ્રભુએ 2016-17ના રેલવે બજેટને સંસદમાં રજૂ કરવાનું શરૂ કર્યું છે. લોકસભામાં મોદી સરકાર દ્વારા બીજી વખત રેલવે બજેટ રજૂ કરી રહ્યાં છે. રેલવે બજેટના મહત્વના બિંદુઓ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

 

 

 

 

 

 

 

મહત્વપૂર્ણ બાબતો
– રેલવે એન્જીનિયરિંગ-એમબીએના 100 વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપ આપશે.
– બિઝનેસ ટ્રાવેલ રૂટ્સ પર રાત્રે પ્રવાસ કરી શકાય તેવી નવી ટ્રેનો શરૂ કરાશે.
– નાના બાળકો માટે બેબી ફૂડ, ગરમ દૂધ અને ગરમ પાણી દરેક સ્ટેશન પર ઉપલબ્ધ કરાવાશે.
– તમામ તત્કાલ કાઉન્ટર પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
– હવે કુલીઓને સહાયક કહીને બોલાવવામાં આવશે.
– અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન જાપાનની મદદથી દોડાવવામાં આવશે.
– કેટલાક રેલવે કર્મચારીઓના યૂનિફોર્મમાં ફેરફાર કરાશે.
– 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ‘તેજસ’ ટ્રેન શરૂ કરવામાં આવશે.
– કેટલીક ટ્રેનોમાં મુસાફરોના મનોરંજન માટે એફએમની સુવિધા પણ અપાશે: સુરેશ પ્રભુ
– ટ્રેનના તમામ કોચમાં જીપીએસની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
– દ્વારકા, મથુરા, તિરુપતિ, વારાણસી, અમૃતસર, બિહાર જેવા યાત્રાધામોના સ્ટેશનમાં સુવિધાઓ વધારવામાં આવશે.
– અમદાવાદમાં સબ અર્બન ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ
– અત્યંત વ્યસ્ત રૂટ્સ પર ડબલ ડેકર ટ્રેનો શરૂ કરવામાં કરાશે
– લાંબા અંતર માટે ‘અંત્યોદય એક્સપ્રેસ’ શરૂ કરાશે, જેમાં તમામ કોચ બિનઆરક્ષિત હશે.
– સિનિયર સિટિઝન્સ માટે લોઅર બર્થ ક્વોટા-કોચમાં 50 ટકાનો વધારો કરવામાં આવશે.
– રેલવેને સોશિયલ મીડિયા પર રોજની એક લાખ ફરિયાદો મળે છે
– ટિકિટો સરળતાથી મળી રહે તે માટે 1780 ઓટોમેટિક વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે
– દિવ્યાંગો માટે ઓનલાઈન વ્હીલ ચેરની વ્યવસ્થા કરાશે
– પ્રવાસીઓની સુરક્ષા માટે હેલ્પલાઈન નંબર 182
– અકસ્માત રોકવા માટે નવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે.
– નોન એસી કોચની સંખ્યા વધારવામાં આવશે
– પ્લેટફોર્મ ટિકિટ મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ કરાશે.
– પ્રભુએ કરીએ જાહેરાત, 2020 સુધીમાં દરેક મુસાફરને મળશે કન્ફર્મ ટિકિટ
– સુરેશ પ્રભુએ સ્વિકાર્યું, દુનિયામાં સૌથી ધીમે ચાલે છે ભારતીય રેલવે
– વિશ્વની પહેલી વેક્યુમ બાયો ટોયલેટ ટ્રેનનો ટ્રાયલ શરૂ
– 1,84,820 કરોડની આવક થવાનો અંદાજ
ડિસેમ્બર 2016 સુધીમાં દેશનાં 110 રેલવે સ્ટેશનો પર વાઈ-ફાઈ સુવિધા
2500 કિલોમીટર લાંબી બડી લાઈનનો લક્ષ્યાંક પાર પડાશે
– પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ પર ભાર મૂકાશે, રોકાણ બમણું કરવામાં આવશે: પ્રભુ
– ગત વર્ષના બજેટમાં અંદાજોની સામે 8720 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી : પ્રભુ
– રેલવેને પોતાની કમાણી વધારવાની જરૂર છે
– ગત વર્ષની તુલનાએ 10 ટકા વધારે આવક મેળવવાનો ટાર્ગેટ.
– સાતમાં પગાર પંચની ભલામણો અનુસાર રેલવે કર્મચારીને 11.67 ટકા વઘારે પગાર મળશે.
– આ વખતનું બજેટ સામાન્ય વ્યક્તિની અપેક્ષાનું પ્રતિબિંબ હશે: પ્રભુ

admin

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

2 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

2 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

3 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

3 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

4 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

4 hours ago