IPL-9 : ગુજરાત લાયન્સનો પુણે સામે ભવ્ય વિજય

અમદાવાદ :  આઇપીએલમાં રમાયેલ ગુજરાત લાયન્સ અને પૂણે વચ્ચે રમાયેલ રોમાંચક મેચમાં ગુજરાત લાયન્સની ટીમનો ભવ્ય વિજય થયો હતો. લાયન્સ તરફી સ્મિથે સૌથી વધુ 63 રનનું યોગદાન કર્યું હતું. ડવેન સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 196 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી લાયન્સની ટીમની શરૂઆત સારી રહી હતી સ્મિથ અને મેક્કુલમે પહેલી વિકેટની ભાગીદારી માટે 93 રન જોડ્યા હતા. મેક્કુલમ 43 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ આવેલ સુકાની રૈનાએ 34 તેમજ દિનેશ કાર્તિકની 33 રનની સુંદર ઇનિંગ્સની મદદથી ગુજરાત લાયન્સે પુણેની ટીમને ભારે રોમાંચકતા બાદ ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો.

આજે ભારતીય ટીમનાં જય વિરૂ ગણાતા મહેન્દ્રસિંહ ધોની અને રૈનાની ટીમ વચ્ચે મેચ રમાઇ રહી છે. ગુજરાય લાયન્સ અને પુણે જાયન્ટ્સ વચ્ચે મેચનું આયોજન છે. આજે પુણે સુપર જાયન્ટ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ગુજરાત લાયન્સે પ્રથમ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો. જેનાં પગલે પુણે સુપર જાયન્ટ્સ પ્રથમ બેટિંગ કરવા માટે ઉતર્યું હતું. જો કે પુણેની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર જોડી આંજિક્ય રહાણે અને સૌરભ તિવારી આવ્યા હતા.

જો કે સૌરભ તિવારી 2 બોલમાં 1 રન બનાવીને રુરેશ રૈનાની ચુસ્ત ફિલ્ડિંગનો ભોગ બન્યો હતો. અને રનઆઉટ થયો હતો. જેનાં પગલે ટીમને 13 રન પર જ પહેલો ઝટકો લાગ્યો હતો. જો કે વન ડાઉન આવેલા સ્ટીવન સ્મિથ અને આંજિક્ય રહાણેની જોડી જામી ગઇ હતી. બંન્નેએ ગુજરાતનાંબોલરોને સારીએવી ધોલાઇ કરી હતી. જો કે ટીમનો સ્કોર જ્યારે 124 હતો ત્યારે આંજિક્ય રહાણે 45 બોલમાં 53 રન બનાવીને ડી.જે બ્રાવોનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ધોની અને સ્મિથે જોડી જમાવી હતી.

જો કે સ્ટીવન સ્મિથ 54 બોલમાં આક્રમક 101 રન બનાવીને  મેચનાં માત્ર 3 બોલ બાકી હતા ત્યારે ડી.જે બ્રાવોનો શિકાર બન્યો હતો. જ્યારે ટી પરેરા 2 બોલમાં ત્રણ રન સાથે જ્યારે ટીમનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 18 બોલમાં 30 રન સાથે અણનમ રહ્યા હતા. જેનાં પગલે ગુજરાત લાયન્સને જીતવા માટે 196 રનનો વિશાળ સ્કોર મળ્યો હતો. પુણે સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટનાં નુકસાને 195 રન જેટલો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.

You might also like