Categories: Gujarat

કારમાં દારૂની હેરાફેરીઃ બોટલો ભરેલી ૧૯ પેટી પકડાઈ

અમદાવાદ: ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે શહેરમાં બુટલેગરો દારૂનો જથ્થો એકત્રિત કરવા લાગ્યા છે. બે દિવસ અગાઉ વસ્ત્રાપુર પોલીસે એસજી હાઈવે પરથી નંબર પ્લેટ વિનાની કારમાંથી ૧૯ પેટી દારૂ પકડ્યો હતો, જ્યારે ગત મોડી રાતે પીસીબીની ટીમે બાતમીના આધારે એસજી હાઈવે પર ગુરુદ્વારા પાસે વોચ ગોઠવી ૧૯ પેટી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી કાર મૂકી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળી રૂ. ૩.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ વસ્ત્રાપુર પોલીસે થલતેજ ગુરુદ્વારા નજીક નંબર પ્લેટ વગરની કારમાંથી ૧૯ પેટી દારૂ સાથે એક શખસની ધરપકડ કરી હતી. શહેરમાં ૩૧ ડિસેમ્બર નજીક આવતાં અગાઉથી જ બુટલેગરો દારૂનો જથ્થો મંગાવી સ્ટોક કરી રાખે છે, જેથી પોલીસ આવા દારૂના જથ્થાને શહેરમાં આવતો રોકવા સક્રિય બની છે. પોલીસ કમિશનરના તાબા હેઠળની પીસીબી ટીમને ગત રાત્રે બાતમી મળી હતી કે એક કારમાં દારૂનો જથ્થો એસજી હાઈવે પર થઈ શહેરમાં ઘુસાડવામાં આવનાર છે, જેના આધારે પોલીસે ગુરુદ્વારા નજીક વોચ ગોઠવતાં એક શેવરોલેટ કાર આવી હતી.

કાર આવતાં પોલીસે તેને રોકી હતી, પરંતુ કારના ચાલકે કાર ભગાવી હતી અને થોડે આગળ જઈ કાર મૂકી કારચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં ૨૩૩ પરપ્રાંતના ઇંગ્લિશ દારૂની બોટલ્સ અને ૨૪ નંગ બિયરનાં ટીન મળી આવ્યાં હતાં. પોલીસે રૂ. ૯૬,૦૦૦નો દારૂ અને રૂ. ત્રણ લાખની કાર કબજે કરી કુલ રૂ. ૩.૯પ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

admin

Recent Posts

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

2 mins ago

પરિમલ ગાર્ડન બહાર આડેધડ પાર્કિંગ કરનાર મોર્નિંગ વોર્ક્સને ચેતવણી

અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્ક કરેલાં વાહનો પર પોલીસે કરેલા મેગા ઓપરેશન બાદ પણ વાહનચાલકોમાં વાહન પાર્કિંગના મામલે જોઇએ એવી શિસ્ત…

22 mins ago

પહેલાં કન્ટેનર કચરાથી ઊભરાતાં હતાં, હવે રસ્તા તો નહીં ઊભરાય ને?

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ પાડીને લઈ જવાના બદલે ડોર ટુ ડમ્પની કચરાની ગાડી એકસાથે જ…

25 mins ago

SEBIના મૂડીબજાર અંગે મહત્વપૂર્ણ નિર્ણયઃ IPOનું લિસ્ટિંગ ત્રણ દિવસમાં

મુંબઇ: બજારમાં ફંડ મેળવવાની પ્રક્રિયાને વેગ આપવા મૂડીબજાર નિયામક સેબીએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. મંગળવારે યોજાયેલી સેબીની બોર્ડ બેઠકમાં…

38 mins ago

મર્જરઃ નવી બેન્ક એપ્રિલ-2019થી શરૂ થશે

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના વિલય બાદ બનનારી નવી બેન્ક આગામી…

41 mins ago

કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જશે

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃ‌િત્ત…

2 hours ago