Video: સુરતમાં ચાર બસોમાં લાગી આગ, તો મહેસાણામાં દારૂ ભરેલી ગાડી પલટી

સુરતના અડાજણ પાસે ચાર બસોમાં આગ લાગી જવાની ઘટના બની હતી. સુરતના પાલ ગામ નજીક 4 જેટલી ખાનગી ટ્રાવેલર્સની બસોમાં આગ ચાંપી દેવાની ઘટના બની હતી. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ બસોમાં આગ લગાવી દેવામાં આવી હતી. જો કે ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે 3 બસો બળીને ખાખ થઈ ગઈ હતી.

અડાજણ પાસે 4 ખાનગી બસોને કોઈએ આગ ચાંપી, તેનો વીડિયો…

મહેસાણાના હાઈવે પર એક દારૂ ભરેલી ગાડી પલટી ખાઈ જતાં ભારે ચર્ચા થવા પામી હતી. મહેસાણા રોડ પર ભાન્ડુ ગામ પાસે એક દારૂ ભરેલી સ્વિફ્ટ કાર પલટી ખાઈ ગઈ હતી. આ કાર પાલનપુર તરફ જઈ રહી હતી. જો કે ગાડીનો અકસ્માત થયા બાદ જ દારૂની હેરાફેરીની જાણ થઈ હતી. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
ભાન્ડુ પાસે દારૂ ભરેલી ગાડી પલટી તેનો વીડિયો…

You might also like