Video: બોલ્ડલેસથી ભરપૂર Lipstick Under My Burkhaનું ટ્રેલર રિલીઝ

મુંબઇ: કેટલાક મુસ્લિમ સંગઠન અને મુસ્લિમ મહિલા દ્વારા ટ્રિપલ તલાકની પ્રથાને ખતમ કરવાની માંગને લઇને વિવાદો થઇ રહ્યા છે તો બીજી બાજુ હાલમાં સમાજમાં મહિલાઓની ઇચ્છાઓની સ્ટોરી કહેતી ફિલ્મ Lipstick Under My Burkhaનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર આવા પ્રકારની પ્રથાનો વિરોધ કરનાર લોકોના મોં પર ખરેખર એક થપ્પડ છે.

તમને જણાવી દઇએ કે ટ્રેલરમાં એવું દેખાડવામાં આવ્યું છે કેવી રીતે ચાર મહિલાઓ ભારતીય સમાજની મહિલાઓ પ્રત્યે કડક નિયમો અને વિચારોને ચેલેન્જ કરી રહી છે. નાના શહેરમાં રહેનારી ચાર મહિલાઓ પર બેસ્ડ આ ફિલ્મને ડાયરેક્ટર પ્રકાશ ઝા એ પ્રોડ્યૂસ કરી છે અને આ ફિલ્મને અલંકૃતા શ્રીવાસ્તવએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મના મુખ્ય કિરદારમાં જોવા મળી રહેલી નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી કોંકણા સેન શર્મા, રતના પાઠક શાહ, અહાના કુમાર અને પ્લબીતા.

હાલમાં તો પિલ્મ ક્યારે રિલીઝ થવાની છે તે તારીખ નક્કી કરવામાં આવી નથી. આ ફિલ્મને MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં 26 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.

You might also like