lION રિવ્યુ

અ લોંગ વે હોમ નામની નોન ફિક્શન બુક પર આધારિત ફિલ્મ ‘લાયન’નું ડિરેક્શન ગાર્થ ડેવિસે કર્યું છે. દેવ પટેલ, રૂની મારા, ડેવિડ બેનહામ અને નિકોલ કિડમેન અભિનીત આ ફિલ્મ ૮૯મા ઓસ્કાર એવોર્ડમાં છ નોમિનેશન મેળવવામાં સફળ રહી છે, જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ અને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લેનો સમાવેશ થાય છે.

૧૯૮૬માં ખંડવામાં રહેતો પાંચ વર્ષનો સરુ રેલવે સ્ટેશનથી તેની મા અને મોટા ભાઇ ગુડ્ડુથી અલગ પડી જાય છે. તે ટ્રેનમાં કોલકાતા પહોંચી જાય છે. બંગાળી ભાષા ન સમજી શકતા સરુને સ્થાનિક પોલીસ અનાથ અાશ્રમમાં મોકલી દે છે.

એક ઓસ્ટ્રેલિયન દંપતી સરુને દત્તક લે છે અને તેમની સાથે લઇ જાય છે. ૨૦ વર્ષ પછી મેલબોર્નમાં રહેતો યુવાન સરુ તેની માતા અને ભાઇને શોધવાનું નક્કી કરે છે. પરિવારની શોધમાં ભારત આવતા સરુની કથા ફિલ્મમાં હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like