PANCARD મામલે સરકારે લીધો છે આવો નિર્ણય,વાંચો નહીંતર થશો હેરાન

PAN કાર્ડ એક જરૂરી દસ્તાવેજોમાંથી એક છે. ઇનકમ ટેક્સ રિટર્ન ભરવું હોય કે પછી બેંકમાં ખાતું ખોલાવવું હોય, દરેક નાણાકીય લેવડદેવડ માટે પાન કાર્ડની જરૂર પડે છે. એટલું જ નહિ, સરકારે શોપિંગ માટે પણ PAN કાર્ડને અનિવાર્ય કરી દીધું છે. PAN કાર્ડ એક એવો દસ્તાવેજ છે, જે તમારું ફાઇનાન્શિયલ સ્ટેટસ પણ બતાવે છે, પણ જ્યારે તમારું પાન કાર્ડ જ નકામું થઈ જાય તો શું થશે? આવું બની શકે છે. 31 ઓગસ્ટ સુધી તમે એક જરૂરી કામ પૂરું નહિ કરો તો તમારું PAN કાર્ડ રદ્દી થઈ શકે છે. પાન કાર્ડ બચાવવાની આ અંતિમ તક છે.

PAN-આધારને લિંક કરાવવું જરૂરી:

PAN કાર્ડને આધાર કાર્ડની લિંક કરાવવી છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. જો તમે પણ PAN-આધાર લિંક નથી કરાવ્યુ તો ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવા પડી શકે છે. સરકારે 11.4 લાખ પાન કાર્ડ બંધ કર્યાં છે અથવા તો તેને નિષ્ક્રિય શ્રેણીમાં નાખી દીધાં છે. 31 ઓગસ્ટની સમયમર્યાદા પૂરી થયા બાદ આધાર-PAN લિંક નહિ કર્યું હોય તો તમારી સાથે પણ આવું થઈ શકે છે. સરકાર આધાર-PAN લિંક કરવાનું આ પહેલાં પણ કહી ચૂકી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર હવે તેને લિંક કરાવવાની અંતિમ તારીખ લંબાવશે નહિ, આથી અત્યારે PAN-આધાર લિંક કરાવવું જરૂરી છે.

ડેડલાઇન પછી પણ રદ્દી થઇ જશે PAN:

ગત વર્ષે સરકારે ટેક્સપેયર્સથી ઇન્કમ રિટર્ન ભરવા માટે આધારને PANની સાથે લિંક કરવાનું કહ્યુ હતુ. જોકે પછી તેની ડેડલાઇન વધારવામાં આવી હતી. માર્ચ 2018 સુધી PAN-આધારને લિંક કરવાની છે છેલ્લી તારીખ હતી, પરંતુ સુપીમ કોર્ટમાં આધાર મામલે સુનાવણીને કારણે તેને લંબાવી હતી.ગત દિવસોમાં સરકારે કહ્યું હતું કે, લગભગ 30 કરોડ પાનધારકોમાંથી 25% લોકોના પાન કાર્ડને આધાર નંબર સાથે જોડવામાં આવ્યાં છે. તેમાંથી ત્રણ કરોડ પાન કાર્ડ ગયા વર્ષે જ આધાર સાથે જોડવામાં આવ્યાં હતાં.

અગાઉ પણ નિષ્ક્રિય થઇ ચૂક્યા છે PAN:

સરકારે ગત વર્ષે રિટર્ન ભરવાની અવધિ દરમિયાન 11.44 લાખ PAN કાર્ડ ડેએક્ટિવ કરી દીધા હતા.મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સે પણ સંસદમાં કહ્યું હતું કે, જે વ્યક્તિને એકથી વધુ PAN કાર્ડ ફાળવવામાં આવ્યાં છે, તે લોકોના મામલે આમ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ઘણા લોકોના મનમાં આશંકા હતી કે, ક્યાંક તેમનાં પાન કાર્ડ પણ બંધ થઈ જશે.

You might also like