Categories: Dharm

સંસારમાં કોઇ કોઇનું નથી

આપણાં શાસ્ત્રો તથા આપણા પૂર્વજો અને સુજ્ઞ મહાપુરુષોએ આપણને તેમના અનુભવના અનેક નિચોડ આપ્યા છે. તેમાં તેમણે એક બ્રહ્મવાકય આપ્યું છે કે સગાં સૌ સ્વાર્થના છે. સંસારમાં કોઇ કોઇનું નથી. સંસાર અસાર છે. આવો, આ બાબત આપણે વિસ્તૃત સ્વરૂપે જાણવાનો પ્રયાસ કરીએ.
તારા પ્રાણ જતાં જ સંબંધો બધા તારા તૂટી જશે. બાપ, મા બહેન, બાળકો તારાથી છૂટાં પડી જશે. સમય વીતતાં જ તારાં ભાઇ બહેન તારાથી છૂટાં પડી જશે. આ બધાં જ સમય વીતતાં તને છોડી ચાલ્યા જશે. તારી મિલકત પર કબ્જો જમાવી તને સ્મશાનમાં બાળી દેશે. પોતાનાં હોય જ તારાં અસ્થિ નદીમાં પધરાવી દેશે.
આ માટે ખૂબ વિચારી લો ભાઇ. શું કામ માથામાં મન લપેટી બેઠો છે. બધા પાપ દૂર કરીને તારી જાતને તું સંભાળ. જેવી કરણી તેવી ભરણી. આજે કરેલું તને કાલે વ્યાજ સહિત પાછું મળશે. સંભાળી લે તું તારી જાતને છોડ પાપનાં પોટલાં. જોયું કેવા સ્વાર્થના સંબંધો પર દુનિયા ટકી છે. અખતરો કરવો હોય તો કરતું તારા ઘરથી જ ઘરના કોઇને પૈસા, રૂપિયા આપીશ નહીં. બીજા જ દિવસે શ્રેષ્ઠ વ્યક્તિમાંથી તું કાગડા કૂતરાની તોલે આવી જઇશ. પેલા વાલિયા લુંટારાનો પ્રસંગ તો તને યાદ છે ને?
નારદજીએ વાલિયાને પૂછયું હે તારાં પાપમાં તારા પત્ની બાળકો ભાગીદાર છે? તેવું તારા ઘેર જઇને પૂછી જોઃ વાલિયાના પૂછવા પર પત્ની બાળકોએ તેને જતોઇવઢ ઘા કરતાં કહ્યું કે અમે તો ફકત તારા પુણ્યમાં ભાગીદાર પાપનાં પોટલામાં અમે ભાગીદાર નહીં. આ જવાબ સાંભળી વાલિયાની આંખ ખૂલી ગઇ. નારદજીને પગે પડી ગયો. તે અંતે નારદજીએ તેને રામ નામ મંત્ર આપી તેને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ બનાવી દીધા.
આ મારી પત્ની, આ મારાં બાળકો, આ બંગલો તારો, આ ગાડી, વાડી, વજિફો મારાં, અરે મતિમૂઢ શું કામ મારું તારું કરે છે તું? તારું કાંઇ જ નથી. તું જેટલું સારું કામ કરીશ તેટલો તારો ઉદ્ધાર થશે. તનેસત્યનો માર્ગ દેખાતાં તારા ઉદ્ધાર થશે. તારી આ ભવ સહિત અનેક ભવ સુઘરી જશે. જો ઇશ્વર સિવાય કયાંય પણ મન લગાવીશ તો અંતે
તારે રડવું જ પડશે. ચેત મુસાફર ચેત.•
• શ્વાસ તારો
છૂટતાં જ સંબંધો
બધા તૂટી જશે.
• બાપ, મા, બહેન, બાળકોે છૂટાં પડી જશે
• જેટલાં છે તારાં ભાઇ બહેન, સમય વીતતાં ચાલ્યા જશે
• છીનવી તારી દોલત, બે ગજનું કફન આપશે
• લાવી કબરમાં તમને ઊલટે પગ નાખશે
• પોતાના હાથથી તારા મોં પર માટી નાખશે
• આ માટે જ કહું છું કે ખૂબ વિચારી લે
• હૈયે શું કામ ફસાવી બેઠો છે જીવ તું તારાને
• પરંતુ તું ગુનાઓથી તૌબા કરી લે
• આવીને બસ સંભાળ તારી જાતને
• જેવી કરણી તેવી ભરણી, આજે કરેલું કાલે તું મેળવીશ
• શ્વાસ તારો છૂટતાં જ સંબંધો તૂટી જશે
• બાપ, મા, બહેન બાળકો તારાં છૂટી જશે

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

divyesh

Recent Posts

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

23 mins ago

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે…

1 hour ago

મારામાં આવેલા પરિવર્તનને લોકો સમજેઃ સની લિયોન

સની લિયોનની જિંદગી પર બનેલી વેબ સિરીઝ 'કરનજિત કૌર' ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેના બીજા ભાગને લઇને…

1 hour ago

ક્રૂડના આકાશે આંબતા ભાવ તથા રૂપિયાના ધોવાણથી ભારતનું અર્થતંત્ર ભીંસમાં

આપણો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે તો બહુ દૂરના ભૂતકાળની વાત છે પણ અત્યારે રૂપિયો જે રીતે ગગડી રહ્યો…

1 hour ago

બેઅર ગ્રિલ્સ સાથે ‘વાઇલ્ડ’ બન્યો ફેડરરઃ માછલીની આંખ ખાધી

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ): વિશ્વ પ્રસિદ્ધ એડવેન્ચર લવર અને બેસ્ટ સેલર લેખક બેઅર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા પર હવે 'રનિંગ વાઇલ્ડ વિથ…

1 hour ago

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

2 hours ago