Categories: Business

હવે આવી ગયો છે Cyber ઇન્શ્યોરન્સ, ડર્યા વગર કરો Tweet અને FB પોસ્ટ

સોશિયલ મીડિયા પર લખવું કોઇક વખત તમને સમસ્યામાં નાંખી દે છે અને તમારે માનહાનિ કેસનો સામનો કરવો પડે છે. જો કે હવે જલ્દીથી માર્કેટમાં એક એવી સાઇબર ઇન્શોરન્સ પોલીસી આવવાની છે જે તમને આવી ઘટનાઓ વખતે કવર કરી દેશે. ઇન્શોરન્સ કંપની આવી બાબતે કેસનો ખર્ચ અને દંડની રકમ પણ આપવાનો દાવો કરી રહી છે, ફક્ત ક્લેમ સાબિત કરવો પડશે.

બજાજ આલિયાન્સ જલ્દી એક એવી પોલીસી લઇને આવી રહી છે. જેને લીધા બાદ તમારે સોશિયલ મીડિયામાં કંઇ પણ લખતા પહેલા સૌ વખત વિચારવું પડશે નહીં. બજાજે કોઇ પણ સોશિયલ મીડિયા પર યૂઝર્સને કવર કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ એમના તરફથી નવી ઇન્શ્યોરન્સ પોલીસી હશે.

કંપનીએ જણાવ્યું કે ઇન્ટરનેટના પર્સનલ લાઇફમાં વધતાં ઉપયોગથી લાગી રહ્યું હતું કે આ પોલીસીની જરૂરિયાત પડશે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધતા હોવાને કારણે નવા જોખમો ઉત્પન્ન થયા છે અને સોશિયલ મીડિયા અને ઇ- કોમર્સ વેબસાઇટ પર ખૂબ માત્રામાં નજીકની જાણકારી હશે એમની સુરક્ષા માટે ઇન્શ્યોરન્સ કવર ખૂબ જરૂરી છે.

એક અનુમાન મુજબ ભારતમાં સાઇબર વિમાનું માર્કેટ આશરે 1000 કરોડ રૂપિયા છે. આ માર્કેટ લાયબિલિટીના 7 થી 10 ટકા ભાગને કવર કરે છે. દેશમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. એમાંથી વધારે ઇન્ટરનેટ યૂઝર્સ સોશિયલ મીડિયા તરફ ઝુકતા જાય છે. ચીન બાદ ભારત ઇન્ટરનેટ યૂઝર્સના ઉપયોગમાં બીજો સૌથી મોટો દેશ છે.

જણાવી દઇએ કે હાલમાં પર્સનલ સાઇબર ઇન્શ્યોરન્સ પોલીસી હેઠળ ફિશિંગ, આઇન્ડેડિટી ચોરી, સાઇબર સ્ટાકિંગ, શોષણ અને બંક અકાઉન્ટસની હેકિંગને કવર કરી શકાય છે. ભારતમાં કંપનીઓ દ્વારા સાઇબ કવર લેવાનું ચલણ છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યું છે. આશરે 500 પોલિસીઝ લેવામાં આવી છે.

Krupa

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

17 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

17 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

17 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

17 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

17 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

17 hours ago