LGનો આ સ્માર્ટફોન મચ્છર ભગાવશે, કિંમત 8000થી પણ ઓછી

સ્માર્ટફોન બનાવતી સાઉથ કોરિયાની કંપની LG ઈલેક્ટ્રોનિક્સે ભારતમાં પોતાનો એક નવો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. કંપનીએ LG K7i સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં મચ્છર ભગાડવાની ક્ષમતા છે.

કંપનીએ જણાવ્યું કે, ફોન ‘મૉસ્કિટો અવે’ ની એપ્લિકેશન સાથે લૉન્ચ થશે. LG K7iના પાછલા ભાગ પર એક એવું સ્પીકર છે, જે અલ્ટ્રાસોનિક ફ્રિક્વન્સી પેદા કરે છે. આ ફોન યુઝરની પાસે મચ્છર આવવા દેશે નહીં.

આ સ્માર્ટફોન ગૂગલના એન્ડ્રોઈડ ઑપરેટિંગ સિસ્ટમ માર્શમેલો 6.0 પર કામ કરે છે. આ સ્માર્ટફોન ભારતમાં 7,990ની કિંમતમાં વેચવામા આવશે. જેનો કલર બ્રાઉન રહેશે. આ ફોનમાં 5 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં ક્વાડ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનની સ્પીડ માટે આ ફોનમાં 2GB રેમ આપવામા આવી છે. તેની ઈન્ટરનલ મેમરી 16 GBની છે, જેને માઈક્રોએસડી કાર્ડથી 64 GB સુધી વાપરી શકાશે. ફોટોગ્રાફી માટે એલઈડી ફ્લેશ સાથે 8 મેગા પિક્સલ કેમેરો આપવામા આવ્યો છે.

You might also like