પસીનો ઓછો થાય એ પણ અસ્થમાની શરૂઆતનું લક્ષણ હોઈ શકે

કેટલાકને પસીનો વધુ થાય છે તો કેટલાકને ઓછો. પરસેવો એ આપણા શરીરના આંતરિક તાપમાનનું નિયંત્રણ રાખવાની કુદરતી સિસ્ટમ છે. બ્રિટિશ અભ્યાસકર્તાઓએ પસીના અને અસ્થમા વચ્ચે કોઈક સંબંધ છે એવી સંભાવના વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે જેમને વધુ પસીનો થતો હોય તેમને અસ્થમાનું રિસ્ક ઓછું હોય છે.

જિમમાં જતા વોલન્ટિયર્સનો અભ્યાસ કરીને નોંધવામાં આવ્યું હતું કે અસ્થમાના દરદીઓને એક્સર્સાઈઝ કરતી વખતે પણ શરીરમાંથી ખૂબ જ ઓછો પસીનો નીકળે છે. પસીનો ઓછો થતો હોય એવા લોકોમાં શ્વાસની તકલીફ વધુ રહે છે.

You might also like