Lenovo Vibe K4 નોટ ખરીદનારાઓ માટે સારા સમાચાર

નવી દિલ્હી: ફ્લેશ સેલના લીધે લિનોવો વાઇબ K4 નોટ સ્માર્ટફોન ઘણા લોકોને મળી રહ્યો નથી. જો તમે પણ આ ફોન ખરીદવા માંગો છો પરંતુ રજિસ્ટ્રેશનના ચક્કરથી પરેશાન છો તો તમને આ સમાચાર વાંચીને ખુશી મળશે. કંપનીએ જાણકારી આપી છે કે લિનોવો વાઇબ K4 નોટ 15 જાન્યુઆરી 2016થી રજીસ્ટ્રેશન વગર એમેજોન ઇન્ડીય પર ઉપલબ્ધ થશે.

Vibe K4 નોટની કિંમત કંપનીએ 11,999 રૂપિયા રાખી છે. K4 નોટને VR બંડલ સાથે લેતાં તમારે 13,2999 રૂપિયાની કિંમત ચુકવવી પડશે. Vibe K4 નોટમાં 5.5 ઇંચની ફૂલ HD સ્ક્રેન છે જેના પિક્સલ રિઝોલ્યુવેશન 1080×1920 છે અને પિક્સલ ડેન્સિટી 401ppi છે જે ખૂબ જ શાનદાર છે.

પ્રોસેસરની વાત કરીએ તો તેમાં ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર હશે સાથે 3GB રેમ હશે. કેમેરાના ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનનો કેમેરો 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો હશે. રિયર કેમેરાની સાથે ડુઅલ ટોન એલઇડી ફ્લેશ ઓટોફોકસ f/2.2 અપરચરથી સજ્જ છે.

આ ફોનની ઇન્ટરનલ મેમરી 16GB જીબી છે જેને વધારીને 128GB સુધી કરી શકાય છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 4G LTE, A GPS, બ્લ્યૂટૂથ 4.0 જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. બેટરીની વાત કરવામાં આવે તો તેમાં 3300mAhની બેટરી આપવામાં આવી છે.

You might also like