Lenovo Vibe P1 ટર્બો થયો લોન્ચ, 16MP કેમેરો અને 4900mAh બેટરી

નવી દિલ્હી: લિનોવોએ ચુપચાપ પોતાના Vibe P1 સ્માર્ટફોનનું ટર્બો વેરિએન્ટ ઇન્ડોનેશિયામાં લોન્ચ કરી દીધું છે. Lenovo Vibe P1 ટર્બો પ્રી ઓર્ડર બુકિંગ માટે 3,999 રૂપિયા (લગભગ 20,000 રૂપિયા)માં ઉપલબ્ધ છે. હેન્ડસેટનો સિલ્વર, ગ્રેફાઇટ ગ્રે અને ગોલ્ડ કલર વેરિએન્ટ મળશે. સ્માર્ટફોનને અન્ય માર્કેટમાં ઉપલબ્ધ કરાવવા અંગે હાલ કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.

Lenovo Vibe P1 ટર્બો એક ડ્યૂલ સિમ ફોન છે. તેમાં મોટાભાગના સ્પેસિફિકેશન Lenovo Vibe P1 વાળા છે, ફરક રિયર કેમેરાના સેન્સરનો છે. Lenovo Vibe P1 13 મેગાપિક્સલ કેમેરા સાથે આવે છે જ્યારે Lenovo Vibe P1 ટર્બોમાં 16 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે. બાકી સ્પેસિફિકેશનમાં કોઇ અંતર નથી. જો કે કંપનીના પ્રોડક્શન પેજ પર કેટલીક ગરબડી છે. અહીં 2GB અને 3GB રેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કંપની લિસ્ટિંગ અનુસાર 4G એલટીઇને સપોર્ટ કરનાર Lenovo Vibe P1 ટર્બો એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ પર કામ કરશે. તેમાં 4900mAhની બેટરી છે. Lenovo Vibe P1 ટર્બોમાં 5.5 ઇંચની ફૂલ એચડી (1080×1920 પિક્સલ) આઇપીએસ ડિસ્પ્લે છે. જેના પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન હાજર છે. આ હેન્ડસેટ 1.5 ગીગાહર્ટ્ઝ સ્નેપડ્રેગન 615 ઓક્ટા કોર પ્રોસેસર, એડ્રેનો 405 જીપીયૂ, 2GB (લિસ્ટિંગમાં 3GB રેમનો પણ ઉલ્લેખ છે), 32GB ઇનબિલ્ડ સ્ટેરેજ, માઇક્રોએસડી કાર્ડ સપોર્ટ (128GB સુધી), એનએફસી અને યૂએસબી ઓટીજીથી સજ્જ છે. સ્માર્ટફોનના બંને સિમ સ્લોટ 4G એલટીઇ સપોર્ટ કરશે.

કંપનીએ ગત વર્ષે ભારતમાં Lenovo Vibe P1ની સાથે Lenovo Vibe P1M ને પણ લોન્ચ કર્યો હતો. આ Lenovo Vibe P1નું લાઇટ વેરિએન્ટ છે. Lenovo Vibe P1Mમાં 5 ઇંચની એચડી (720×1280 પિક્સલ) ડિસ્પ્લે છે. તેમાં 64 બિટ ક્વાડ કોર મીડિયાટેક એમટી6735 પ્રોસેસરની 2GBની રેમ છે. Lenovo Vibe P1ની ઇનબિલ્ટ સ્ટોરેજ 16GB છે અને તેમાં માઇક્રોએસડી કાર્ડના માધ્યમથી સપોર્ટ પણ ઉપલબ્ધ છે.

Display: 5.50 inch
Processor: 1.5GHz
Front Camera: 5 megapixel
Resolution: 1080×1920 pixels
RAM: 3GB
OS: Android 5.1
Storage: 32GB
Rear Camera: 13 megapixel
Battery capacity: 5000mAh

You might also like