નહેરુના તીનમૂર્તિ ભવન સાથે ચેડાં નહીં કરવા PM મોદીને મનમોહનસિંહનો પત્ર

નવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે રાષ્ટ્રમાં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના યોગદાનને મિટાવવાની કોશિશ ન કરે. મનમોહનસિંહે મોદીને તીનમૂર્તિ ભવન સ્થિત નહેરુ મેમોરિયલ સાથે કોઇ પણ પ્રકારનાં ચેડાં નહીં કરવાની અપીલ કરતાં લખ્યું છે કે જવાહરલાલ નહેરુ માત્ર કોંગ્રેસના જ નહીં, સમગ્ર દેશના નેતા હતા.

મનમોહનસિંહે પત્રમાં પોતાનો આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું છે કે આપની સરકાર એક એજન્ડા હેઠળ નહેરુ મેેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીની સંરચનામાં ફેરફાર કરવા જઇ રહી છે અને તેથી તમારી પાસે એવી અપેક્ષા છે તેમાં કોઇ છેડછાડ કરવામાં આવે નહીં. મનમોહનસિંહે પોતાના પત્રમાં પૂછ્યું છે કે શું તીનમૂર્તિ ભવનમાં કોઇ પણ જાતનો ફેરફાર કર્યા વગર તેને છોડી દેવામાં આવશે?

ગત સપ્તાહે લખેલા આ પત્રમાં મનમોહનસિંહે દેશના પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે જ્યારે તેઓ વડા પ્રધાન હતા ત્યારે તેમના છ વર્ષના કાર્યકાળમાં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને તીનમૂર્તિ સંકુલમાં બદલાવ કરવાનો કોઇ પ્રયાસ કર્યો નહોતો. કમનસીબે વર્તમાન સરકાર તેના એક એજન્ડા હેઠળ તીનમૂર્તિ સંકુલમાં છેડછાડ કરવા જઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકાર તીનમૂર્તિ ભવનની અંદર જ દેશના તમામ વડા પ્રધાન સાથે સંકળાયેલ એક મ્યુઝિયમ બનાવવા પર કામ કરી રહી છે. આ કારણસર કોંગ્રેસે સરકાર પર એવો આક્ષેપ કર્યો છે કે મોદી સરકાર આ એજન્ડા હેઠળ નહેરુની વિરાસત અને ઇતિહાસને મિટાવી દેવાની કોશિશ કરી રહી છે.

આ પત્રમાં મનમોહનસિંહે એવું પણ લખ્યું છે કે કોઇ પણ પ્રકારના પ્રયાસથી નહેરુની ભૂમિકા અને યોગદાનને મિટાવી શકાય નહીં. આપ આ લાગણીનો આદર કરો અને તીનમૂર્તિ ભવનને તેના નામે જ રહેવા દો, તેમાં કોઇ પણ પ્રકારનો બદલાવ નહીં કરીને આપણે ઇતિહાસને વિરાસત બંનેનો આદર કરીએ.

divyesh

Recent Posts

સ્ટોર્મી ડેનિયલ્સના નવા પુસ્તકમાં ટ્રમ્પ સાથે સેક્સ એન્કાઉન્ટર પર નવો ખુલાસો

વોશિંગ્ટન: પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે પોતાના નવા પુસ્તકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના પર્સનલ સંબંધોનો ખુલાસો કર્યો છે. ડેનિયલ્સે પોતાના…

12 mins ago

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા…

25 mins ago

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી…

29 mins ago

ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક. કેપ્ટન નારાજ

દુબઈઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત…

33 mins ago

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની…

39 mins ago