Categories: Dharm

શ્રીસૂક્તનું ગોપનીય રહસ્ય

જગતના દરેક મનુષ્યને અઢળક લક્ષ્મી પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય છે. આ માટે એકલો પુરુષાર્થ કામ આવતો નથી. આ માટે દરેકે પુરુષાર્થ સાથે લક્ષ્મી પ્રાપ્તિના અન્ય ઉપાય પણ યોજવા જોઇએ. શ્રીસૂક્ત ઋગ્વેદના પાંચમા મંડળમાં વિગતે વર્ણવેલ છે. તેમાં ૧૬ ઋચા છે. જેનો નિયમિત પાઠ કરવાથી તેનું યોગ્ય પરિણામ મળે છે. ભક્તો તેનો વારંવાર પ્રયોગ કરી ઇચ્છિત પરિણામ મેળવે છે. લક્ષ્મી પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાએ શ્રીસૂક્ત નિયમિત કરવું અથવા શ્રીસૂક્તની ઋચાથી હવન કરવો. જે કોઇ ભક્ત શ્રીસૂક્તનો નિયમિત પાઠ કરે છે તેના ઉપર લક્ષ્મીજી સદૈવ પ્રસન્ન રહે છે. તેને કદી આર્થિક સંકટ ભોગવવાં નથી પડતાં.

શુભ કર્મ કે અશુભ કર્મ કદી નિષ્ફળ નીવડતાં જ નથી. શ્રીસૂક્તની ઉપાસના કરવા છતાં યોગ્ય પરિણામ ન મળતું હોય તો ભયંકર અશુભ કર્મનો ઉદય જાણી પાઠ સંપૂર્ણ શ્રદ્ધાથી કર્યે જ રાખવા. અશુભ કર્મનો ઉદય પૂર્ણ થતાં જ શુભ કર્મોનો પ્રાદુર્ભાવ થતાં તેનું ફળ મળે છે. શ્રીસૂક્ત કરતાં પહેલાં પુરુષસૂક્તનો પાઠ કરવો જોઇએ. આ બાબતનો ઉલ્લેખ ભાગવતજીમાં પણ છે.

શ્રીસૂક્તનો પાઠ કરતી વખતે લક્ષ્મી વિષ્ણુની ચાંદીની મૂર્તિ સન્મુખ પધરાવવી. સાથે શ્રીયંત્ર પણ મૂકવું. મૂર્તિથી ફળ જલદી મળે છે. શ્રીસૂક્તની ત્રણ માસ નિયમિત ઉપાસના કરવા છતાં યોગ્ય ફળ ન મળે તો પણ ઉપાસના સ્થળ ફેરવવું નહીં કે સમય બદલવો નહીં.

બને તો દશાંગ ધૂપ વાપરવો. તેના અભાવે સુગંધિત અગરબત્તી વાપરવી, કારણ કે દેવતાઓને સુગંધી ખૂબ પ્રિય હોય છે. માટે જ પૂજા પાઠમાં ધૂપ દીપ અગરબત્તીનું વિશેષ સ્થાન છે. દીવો બને તો ગાયના શુદ્ધ ઘીનો જ કરવો. દીવો ચાંદી, સોના, પિત્તળ કે તાંબાના કોડિયામાં જ કરવો. લોખંડ કે સ્ટીલની દીવીનો ઉપયોગ કરવો નહીં. આવી ધાતુ સદા પૂજા માટે વર્જ્ય છે.

લક્ષ્મીજીને સોનચંપો ખૂબ જ ગમે છે. જ્યાં સોનચંપાનું વૃક્ષ હોય છે કે જ્યાં તેનાં પુષ્પથી પૂજા થતી હોય તો ત્યાં લક્ષ્મીજી અવશ્ય વસે છે. જો તેનું એક જ પુષ્પ બંધ ઓરડીમાં મૂકો તો આખો ઓરડો મઘમઘી ઊઠે છે.

શ્રી લક્ષ્મીજીને કમળ, સોનચંપો, મોગરો, જાસૂદ અને સેવંતી ખૂબ પ્રિય હોય છે. તેથી તેમની પૂજા આ પુષ્પથી જ કરવાનો આગ્રહ રાખવો. શ્રીસૂક્તની એકેએક ઋચા ખૂબ પવિત્ર છે. શ્રીસૂક્ત કરનારને દીકરા, દીકરાના દીકરા, ધન, ધાન્ય, હાથી, ઘોડા, ગાય, બળદ, રથ, વાહન વગેરે તમામ સુખ મળે છે. જે નિયમિત શ્રીસૂક્તનો પાઠ કરી પુણ્યનાં કર્મબીજ વાવે છે તેને ઉત્તમ ફળ સુખ મળે જ છે. આમ શ્રીસૂક્ત કરનાર આ જગતમાં લગભગ તમામ પ્રકારનાં સુખ અવશ્ય ભોગવે છે.

હાલક્ષ્મીજી પોતાના ભક્તોનું દરેક રીતે ઇષ્ટ કલ્યાણ કરતાં હોવાથી અને દરેક વ્યક્તિને સુખી થવાની પ્રબળ ઝંખના હોવાથી લોકો શ્રીસૂક્ત તથા લક્ષ્મી ઉપાસના કરતા જોવા મળે છે. •

divyesh

Recent Posts

બિનાની સિમેન્ટનાં ટેક ઓવર માટે અલ્ટ્રાટેકનો પ્રસ્તાવ મંજૂર

નવી દિલ્હીઃ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યૂનલ (એનસીએલએટી) દેવામાં ફસાયેલી કંપની બિનાની સિમેન્ટના ટેક ઓવર માટે આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક…

1 min ago

શેરબજાર સામાન્યઃ સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ, રૂપિયો ૨૫ પૈસાનાં વધારા સાથે ખૂલ્યો ૭૨.૦૬ની સપાટીએ

શેરબજારમાં આજે શરૂઆત સામાન્ય રહી હતી. સેન્સેક્સ ૩.૭૬ પોઇન્ટ વધીને ૩૫,૧૪૫ પર ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી ૪.૩ પોઇન્ટ વધીને ૧૦,૫૮૦…

16 mins ago

નોટબંધી બાદ પણ રિટર્ન નહીં ભરનાર ૮૦ હજાર લોકો પર બાજ નજર

નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ વિભાગ એવાં ૮૦ હજાર લોકોની તલાશમાં છે કે જેમણે નોટબંધી બાદ મોટી રકમ જમા કરાવી હતી અને…

30 mins ago

તામિલનાડુનાં કિનારે ૧૦૦ કિ.મી.ની ઝડપે ટકરાયું ‘ગાજા’ તોફાન, સ્કૂલ-કોલેજો બંધ-નૌસેના એલર્ટ

ચેન્નઈઃ હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર ચક્રવાતી તોફાન ‘ગાજા’ આજે સવારે તામિલનાડુનાં સમુદ્ર કિનારે ટકરાયું છે. આ દરમ્યાન ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની…

44 mins ago

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

18 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

19 hours ago