Categories: India

યોગીરાજમાં બેદરકારી, 6 માસ પહેલા મૃત પામેલા અધિકારીની કરી બદલી

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં સત્તાધિશોની બેદરકારીનો એક નમુનો સામે આવ્યો છે. જેમાં છ મહિના પહેલા મૃત પામેલા પીસીએસ અધિકારીને પ્રમોશન આપીને બુલંદશહેરના સિટી મેજીસ્ટ્રેટ બનાવવામાં આવ્યાં છે. રાજ્ય કર્મચારી વિભાગમાં ગત 28 મેના રોજ 22 ઉચ્ચ પીસીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં વારણસીના એસડીએમ ગિરીશકુમારનું નામ પણ છે.

વિભાગે તેમની બદલી કરીને બુલદંશહરે મોકલી આપ્યાં છે.  જો કે આ અંગે કોઇનું પણ ધ્યાન તેની પર પડ્યું નથી કે ગિરીશ કુમારનું ગત મહિને નવેમ્બરમાં મૃત્યુ થયું છે. તેથી જ જ્યારે કુમાર નવી પોસ્ટ પર ન પહોંચ્યા તો તેમના વિશે માહિતી મેળવવામાં આવી ત્યારે આ મામલો સામે આવ્યો છે.

એટલું જ નહીં મૃતક ગિરીશના પુત્ર રાહુલને મૃતક આશ્રિત કોટામાં વારાણસી જિલ્લાના મુખ્યાલયના રેકોર્ડ રૂમમાં નોકરી આપવામાં આવી છે. આ મામલો સામે આવતા રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ કમરાન રિઝવીને આ અંગે જવાબદારી સોપી છે. ઉત્તર પ્રદેશ સરકારે હાલમાં જ કેટલાક આઇપીએસ અને પીસીએસ અધિકારીની બદલી કરી છે.

http://sambhaavnews.com/

 

Navin Sharma

Recent Posts

સ્ટોર્મી ડેનિયલ્સના નવા પુસ્તકમાં ટ્રમ્પ સાથે સેક્સ એન્કાઉન્ટર પર નવો ખુલાસો

વોશિંગ્ટન: પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે પોતાના નવા પુસ્તકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના પર્સનલ સંબંધોનો ખુલાસો કર્યો છે. ડેનિયલ્સે પોતાના…

1 min ago

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા…

14 mins ago

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી…

18 mins ago

ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક. કેપ્ટન નારાજ

દુબઈઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત…

22 mins ago

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની…

28 mins ago

CBSEએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારા સૂચવ્યા

નવી દિલ્હી: સીબીએસઇએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. સીબીએસઇએ વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે કોઇ ખાસ પગલાં ભરવાનું…

51 mins ago