આ 5 સ્ટાર હોટલમાં રહે છે માત્ર મરેલા લોકો, કારણ છે રસપ્રદ

કોઇના પણ મૃત્યુ પછી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ એક જગ્યા એવી છે કે જ્યાં મર્યા પછી લોકોને કબ્રસ્તાનમાં નહીં પરંતુ 5 સ્ટાર હોટલમાં લઇ જવામાં આવે છે. આ હોટલમાં મૃતદેહોને એવી સર્વિસ આપવામાં આવે છે. જે જીવતા લોકોને પણ પ્રાપ્ત થતી નથી. આ હોટલ દુનિયામાં ખૂબ જ પ્રચલિત છે. Lastel Cropse નામની આ 5 સ્ટાર હોટલ જાપાનમાં છે. પરંતુ આ હોટલમાં જીવતા નહીં પરંતુ મરેલા લોકો રહે છે. અહીં તેમને વિવિધ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે.

મૃત પરિવારના લોકો તેમને દફનાવતા પહેલાં અહીં લઇને આવે છે. જાપાનમાં ઓછા કબ્રસ્તાન છે. જેથી લોકોને કબર ચાર દિવસ પહેલાં બુક કરાવવી પડે છે. કોઇ પણ વ્યક્તિના મરી ગયા બાદ જલ્દી તેની બોડી સડવા લાગે છે. તેવામાં આ હોટલમાં મૃત શરીરને લાંબા સમય સુધી સુરક્ષીત રાખવામાં આવે છે. આ હોટલમાં સારા રૂમ સાથે ફ્રિજની સુવિધા પણ છે. આ હોટલમાં એક વખતમાં 18 મૃત મહેમાન રહી શકે છે. જ્યાં સુધી કબરમાં જગ્યા ન મળે ત્યાં સુધી અહીં મૃત દેહ રાખવામાં આવે છે. પરિવાર જનોને મૃત દેહ રાખવાના 12000 યેન (7000 રૂપિયા) આપવા પડે છે.

home

You might also like