Categories: Gujarat

કરોડો રૂપિયાની જમીન તકરારમાં બિલ્ડર પર ફાયરિંગ કરાયું હતું

અમદાવાદ: શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા પ્રમુખ બંગલોઝ નજીક ખુલ્લા પ્લોટમાં ઓફિસમાં બેઠેલા બિલ્ડર પર ગત રાત્રે બાઈક પર આવેલા ત્રણ હેલ્મેટધારી શખસો એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જોકે આ બનાવમાં કોઈને ઈજા થવા પામી ન હતી. કરોડો રૂપિયાની જમીન બાબતે ફાયરિંગ કરાયું હોવાની શંકા ફરિયાદીએ વ્યક્ત કરી છે. કાળી ગામના રબારી યુવક દ્વારા ધમકી તેમજ બિલ્ડરને અગાઉ અન્ય ત્રણ વ્યક્તિ સાથે થયેલી જમીન તકરારનો કેસ કરનાર દ્વારા ફાયરિંગ કરાયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાણીપના ગાયત્રી મંદિર રોડ પર આવેલી ‌પ્રગટ પુરુષોત્તમ સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા રાજેન્દ્રભાઈ પટેલ તેમના મિત્ર વિજય ઠાકુર અને સર્વેશ યાદવ સાથે ન્યૂ રાણીપના પ્રમુખ બંગલોઝ નજીક પોતાની જમીન પર આવેલી ઓફિસમાં ગત રાત્રે મેચ જોઈ રહ્યા હતા. દરમિયાનમાં બાઈક પર આવેલા બે હેલ્મેટધારી ઈસમોએ ઓફિસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા.

ફાયરિંગ થતાં રાજેન્દ્રભાઈ બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ડીસીપી, એસીપી ક્રાઈમ બ્રાન્ચ અને સાબરમતી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

એલ ડિવિઝન એસીપી અર્પિતા પટેલે જણાવ્યું હતું કે બે અજાણ્યા શખસો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. કાળી ગામના લાલજી દેસાઈ નામના યુવક સાથે અગાઉ ઝઘડો થયો હતો તેમજ મહેશ વાણિયા, કમલેશ પટેલ સાથે જમીન તકરારનો કેસ ચાલે છે. તેથી દરેક દિશામાં હાલ તપાસ ચાલુ છે. લાલજી દેસાઈનો મોબાઈલ નંબર બંધ આવે છે. તેથી તે શંકાના દાયરામાં છે. બે દિવસ અગાઉ પણ કેટલાક શખસો બપોરના સમયે રાજેન્દ્રભાઇની ઓફિસે આવી બહારથી બારણું બંધ કરી બારીમાંથી રિવોલ્વર તાકી ધમકાવી ફરાર થઈ ગયા હતા. આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે.

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

3 mins ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

4 mins ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

14 mins ago

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના…

19 mins ago

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા…

23 mins ago

બોલિવૂડમાં નિષ્ફળ જાવ તો ખૂબ જૂતાં પડે છેઃ અર્જુન રામપાલ

છેલ્લાં પાંચ વર્ષમાં 'રોય', 'રોકઓન-૨', 'કહાની-૨' અને 'ડેડી' જેવી નિષ્ફળ ફિલ્મો કરી ચૂકેલ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે…

40 mins ago